Relationship Tips/ દુલ્હન બનતા પહેલા જાણી લો આ ખાસ વાતો, લગ્ન જીવનમાં આવશે કામ

નિષ્ણાતો કહે છે કે લગ્ન પહેલા છોકરા અને છોકરીએ એકબીજાને સારી રીતે સમજવું જોઈએ. કેટલીકવાર સમજણ અને અસમજણના અભાવે સંબંધોમાં ખટાશ આવી જાય છે.

Lifestyle Relationships
લગ્ન

આજના સમયમાં છોકરો અને છોકરી લગ્ન પહેલા એકબીજાને ઘણો સમય આપે છે જેથી તેઓ એકબીજાને સમજી શકે. પસંદ-નાપસંદ, ખામીઓ વિશે સમજે તો લગ્ન પછી લગ્નજીવન ખૂબ જ સારી રીતે ચાલે છે. તમે કોઈને કેટલો પ્રેમ કરો છો તેનાથી કોઈ ફરક પડતો નથી. ડેટિંગ અને સાથે રહેવું બે અલગ અલગ વસ્તુઓ છે. લગ્ન માટે ઘણી બધી બાબતો અને તેની સમજ હોવી જરૂરી છે. દરેક છોકરી તેના સંબંધને ચલાવવા માટે સલાહ લે છે અને તેમની પાસેથી શીખે છે કે લગ્ન પછી લગ્ન જીવનને કઈ રીતે મેનેજ કરી શકાય. જો કોઈ છોકરી લગ્ન કરવા જઈ રહી છે તો નીચે જણાવેલ રીલેશન ટીપ્સને અનુસરવુ જોઈઅ જેથી લગ્નજીવન પછી ઘણી મદદ મળી રહેશે.

મંગેતર સાથે કરો વાત

જો છોકરીને કોઈ સમસ્યા હોય તો તેને મનમાં રાખવાને બદલે તેણે તેના મંગેતર સાથે વાત કરવી જોઈએ. બધી વાતો કલીયર કરી દેવી જોઈએ. ચાલો માની લઈએ કે તમારા મનમાં મૂંઝવણ છે અને જો તમે તેના વિશે વાત નહીં કરો તો લગ્ન પછી પણ તમે મૂંઝવણમાં જ રહેશો. આવું કરવાથી લગ્ન પછી પણ અનેક મુશ્કેલીઓ આવી શકે. જેથી પ્રયાસ કરો કે જો કોઈ મૂંઝવણ હોય તો તેના વિશે વાત કરો.

બાળકોની સાથે પતિને પણ આપો મહત્વ

ઘણા સંબંધોમાં એવું જોવા મળે છે કે લગ્ન પછી જ્યારે બાળકો થાય છે ત્યારે છોકરીનું ધ્યાન તેના બાળક તરફ વધુ જાય છે. પરંતુ નિષ્ણાતો માને છે કે સારા સંબંધ માટે બંનેને સમાન મહત્વ આપવું જરૂરી છે. તેથી સંતાન થયા પછી પણ પતિને એ જ રીતે મહત્વ આપો જે રીતે લગ્ન પહેલા આપતા હતા. બાળકો જેવુ જુએ છે તેવુ કરે છે. તેથી, બાળક અને પતિ વચ્ચે સંતુલન રાખો જેથી કરીને બાળકો ભવિષ્યમાં આવું ન કરે

જીતની લાગણી ન રાખો

લગ્ન પછી યુગલો વચ્ચે ઝઘડા અને અણબનાવ સામાન્ય છે. પરંતુ જો કોઈ અણબનાવમાં જીત કે હારને કારણે મતભેદો સર્જાય તો સંબંધોમાં ખટાશ વધી જાય છે. તેથી હંમેશા જીતની ભાવનાથી દૂર રહો અને કોઈ પણ ઝધડાને તરત જ પુરો કરો.

લગ્ન પછી પણ ડેટ પર જાઓ

એવું ઘણી વખત જોવા મળે છે કે યુગલો સમયના અભાવે બહાર ફરવા કે ડિનર પર જઈ શકતા નથી. આમ કરવાથી તેમની લગ્નજીવનમાં પ્રેમ ઓછો થઈ શકે છે, તેથી જ્યારે તમને સમય મળે ત્યારે પતિ સાથે ડેટ પર જાઓ. જો શક્ય હોય તો પતિની પસંદગીની રસોઈ બનાવો.

દરેક સવારને નવી સવારની જેમ અનુભવવા દો

ગુડ મોર્નિંગ, ગુડ નાઈટ જેવા શબ્દો લગ્ન પછી પણ તમારા સંબંધોમાં પ્રેમની મીઠાશ ઉમેરે છે બની શકે છે કે તમારા બંને વચ્ચે ગઈકાલે રાત્રે ઝઘડો થયો હોય અને જો તમે પોતે જ સવારે ઉઠતાની સાથે જ પતિને ગુડ મોર્નિંગની શુભેચ્છા પાઠવશો તો સામેવાળી વ્યક્તિનો ગુસ્સો ચોક્કસ ખતમ થઈ જશે. ઓફિસ જતી વખતે પતિને બાય કેહવુ અને  ગળે લગાડવું વગેરે સંબંધોમાં સકારાત્મકતા લાવે છે.

એકબીજાને સ્પેસ આપો

કોઈપણ સંબંધમાં એકબીજાને સ્પેસ આપવી જરૂરી છે. જો તમારા પતિ કોઈક બીજી જગ્યા પર કામ કરે છે. તો તમે તેના મિત્રો અથવા સહકર્મીઓ સાથે બહાર જવા માટે સ્પેસ નહીં આપો, તો તેનો ગૂંગળામણ થવા લાગશે. તેથી હંમેશા એકબીજાને સ્પેસ આપો.

આ પણ વાંચો:શું તમે પણ ઈચ્છો છો ચહેરા પર દૂઘ જેવો ગ્લો?તો અજમાવો આ દેશી ટીપ્સ

આ પણ વાંચો:ચોમાસામાં ઘરે જ બનાવો બાળકોને ભાવતી દેશી વેજીટેબલ પેનકેક

આ પણ વાંચો:મગની દાળનું સેવન કેટલાક લોકો માટે હોઈ શકે છે નુકસાનકારક, જાણો કોને મગની દાળ ન ખાવી જોઈએ