Viral Video / બે બાળકોની માસૂમિયત તો જુઓ, તમે પણ વખાણ કર્યા વિના નહી રહી શકો

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં બાળકે પોતાની માસૂમિયતથી તમામ લોકોનાં દિલ જીતી લીધા છે. આ જ કારણ છે કે આ વીડિયો સોશિયલ મીડિયા પર લોકોની પહેલી પસંદ બની ગયો છે.

નાના બાળકો કોને ન ગમે? આ એક એવો સમય હોય છે જ્યારે કોઇ ઉચ-નીચ નહી, કોઇ ભેદભાવ નહી, જે ગમે તે મારો ભાઇ. ઘણીવાર આ નાના બાળકો પોતાની માસૂમિયતથી દરેકનાં દિલ જીતી લે છે. ઘણીવાર આ લોકો માટે એક શીખ બરાબર પણ હોય છે. આવુ જ કઇંક તાજેતરમાં જોવા મળ્યુ છે.

આ પણ વાંચો – T20 World Cup / શું જુત્તામાં નાખી બીયર પીવાનાં દ્રશ્યો થોડા ઘૃણાજનક નથી? – શોએબ અખ્તર

આપણે ઘણીવાર નાના બાળકોની માસૂમિયતને જોતા રહી જઇએ છીએ પછી ભલે તેઓ ખોટું કરી રહ્યા હોય કે સાચુ. આ દિવસોમાં એક નાનકડા બાળકની માસૂમિયતથી ભરેલો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેને લોકો વારંવાર જોતા પોતાને રોકી શકતા નથી. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં બાળકે પોતાની માસૂમિયતથી તમામ લોકોનાં દિલ જીતી લીધા છે. આ જ કારણ છે કે આ વીડિયો સોશિયલ મીડિયા પર લોકોની પહેલી પસંદ બની ગયો છે. આ વીડિયોમાં દેખાતા માસૂમ બાળકે એવું કામ કર્યું કે તેને જોઈને બધા ખુશ થઈ જશે. આ જ કારણ છે કે સોશિયલ મીડિયા પર પણ આ વીડિયો લોકોની પહેલી પસંદ બન્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે બે નાના બાળકો એકબીજાની આસપાસ ઉભા જોવા મળી રહ્યા છે. તેમાંથી એક બાળક અચાનક ડાન્સ કરવા લાગે છે. વળી, બીજો બાળક ડાન્સર પાસે પહોંચે છે અને તેને ભેટી જાય છે. જવાબમાં, સામેનું બાળક પણ તેને તેવી જ રીતે ગળે લગાવે છે. આ વીડિયો જોયા બાદ દરેક વ્યક્તિ બન્ને બાળકોની માસૂમિયતનાં દિવાના બની ગયા છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર શેર થતા જ લોકોએ તેના પર પ્રેમ વરસાવવાનું શરૂ કરી દીધું હતું. વીડિયો જોયા બાદ એક યુઝરે લખ્યું કે, ખરેખર બાળપણ એ દુનિયાની સૌથી સુંદર લાગણી છે. વળી અન્ય એક યુઝરે કહ્યું કે, બન્ને બાળકોએ પોતાની સ્ટાઈલથી લોકોનાં દિલ જીતી લીધા. આ સિવાય બીજા ઘણા લોકોએ વીડિયો પર ઘણી પ્રેમભરી કોમેન્ટ્સ કરી છે. જેને વાંચીને અંદાજ લગાવી શકાય છે કે લોકોને આ વીડિયો કેટલો પસંદ આવી રહ્યો છે.

આ પણ વાંચો – Interesting / બાળકીનાં હાથમાં હતો મોબાઈલ અને અચાનક આવી ગયો વાંદરો, પછી જે થયુ તે જુઓ આ Video માં

આ વીડિયો 28 ઓક્ટોબરે kiansh_ayansh નામનાં ઈન્સ્ટાગ્રામ પેજ પરથી સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો હતો, જે હવે સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય થઈ રહ્યો છે. સમાચાર લખાય છે ત્યાં સુધી આ વીડિયોને 13 લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. આ સાથે લોકોએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ વીડિયોને જોરદાર શેર પણ કર્યો છે.


More Stories


Loading ...

Top Stories



Photo Gallery


Entertainment