Not Set/ PMને શોધવા બંગાળ જઇએ?’ સવાલ કરતા જ લોકસભામાં થયું મોદીનું આગમન, જાણો પછી શું થયું

સંસદની કાર્યવાહીની સમાપ્તિ પહેલા કોંગ્રેસના નેતા રવનીત સિંહે બજેટ સેશનમાં પીએમની અનુપસ્થિતિને લઇને સવાલ ઉભા કર્યા

Top Stories India

કાગનું બેસવુ અને ડાળનું પડવું..આ કહેવત તો તમે સાંભળી જ હશે. લોકસભામાં આજે આ કહેવત બિલકુલ સાર્થક થઇ. બજેટ સત્રનો આજે અંતિમ દિવસ છે. છેલ્લા દિવસે લોકસભામાં એક અનોખુ દ્રશ્ય જોવા મળ્યું. સંસદની કાર્યવાહીની સમાપ્તિ પહેલા કોંગ્રેસના નેતા રવનીત સિંહે બજેટ સેશનમાં પીએમની અનુપસ્થિતિને લઇને સવાલ ઉભા કર્યા, બસ..ત્યારે જ અચાનક પીએમ મોદી પ્રગટ થયા.

પીએમ ક્યાં છે?

લોકસભામાં કોંગ્રેસના નેતા રવનીત સિંહ બિટ્ટુએ પ્રશ્નકાળ બાદ પેટ્રોલ-ડીઝલની કિંમતોનો મુદ્દો ઉઠાવ્યો. તેમણે કહ્યું કે બજેટ સેશનમાં તમામ બિલ પસાર થયા પરંતુ ગરીબોને નુકસાન પહોંચાડનારા પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં વધારો અને મોંઘો રાંધણ ગેસ આ મુદ્દે કોઇ ચર્ચા નથી થઇ. સંસદનું બજેટ સત્ર હવે સમાપન તરફ છે અમે પ્રધાનમંત્રીને ક્યાં જઇને મળીએ? પ્રધાનમંત્રી ક્યાં છે, શું અમે તેને બંગાળની રેલીમાં જઇને મળીએ.

પીએમ હંમેશા અવેલેબલ

રવનીત સિંહના આ સવાલ પર સત્તા પક્ષ તરફથી અર્જુનરામ મેઘવાલે સખત નારાજગી વ્યક્ત કરી. તેમણે કહ્યું કે આ ખોટી વાત છે. પીએમ મોદી સંસદમાં પણ આવ્યા છે અને લોકોને મળવા માટે હંમેશા તૈયાર રહે છે.

અચાનક મોદીનું આગમન

સંસદમાં આ ચર્ચા ચાલતી જ હતી ત્યારે અચાનક મોદી લોકસભામાં પહોંચી ગયા.  પીએમના આગમનની સાથે જ સંસદમાં જોર જોરથી ભારત માતા કી જયના નારા ગૂંજવા લાગ્યા. તો અંતિમ દિવસે રાહુલ ગાંધી પણ લોકસભામાં પહોંચ્યા. બધા સભ્યોએ અધ્યક્ષ ઓમ બિરલાના સ્વસ્થ થવાની કામના કરી.