Recipe/ રવિવારને બનાવો હેલ્ધી, ટ્રાય કરો ફટાફટ બનતી પરંપરાગત વાનગી

હાંડવામાં અનેક દાળ, ચોખા, દહીં, અને અનેક પ્રકારના શાક મિક્સ થતા હોવાની સાથે તે ટેસ્ટી અને હેલ્ધી ગણાય છે

Lifestyle

આ દિવસે રોટલી-દાળ-ભાત-શાક સિવાય કંઈક અલગ અને ગુજરાતી વાનગી ખાવાનું મન છે તો તમે ટ્રેડિશનલ વાનગી હાંડવો ઘરે જ ટ્રાય કરી શકો છો.  તમે હાંડવાની મજા ફ્કત 1 ડિશ તરીકે માણી શકો છો. આ સિવાય તમે તેને સાઈડ ડિશમાં પણ બનાવી શકો છો. જો રવિવારે તમે અનેક વસ્તુના બદલે ફક્ત હાંડવો બનાવો છો તો તેની મજા અનેકગણી વધી જાય છે. ગરમાગરમ હાંડવો શિયાળામાં હેલ્થ માટે બેસ્ટ રહે છે.

હેલ્થ માટે ઉત્તમ રેસિપી

હાંડવામાં અનેક દાળ, ચોખા, દહીં, અને અનેક પ્રકારના શાક મિક્સ થતા હોવાની સાથે તે ટેસ્ટી અને હેલ્ધી ગણાય છે. તમે તેને સરળતાથી ઘરે જ બનાવી શકો છો. જાણો રવિવારે કઈ રીતે આ ટ્રેડિશનલ રેસિપીની મજા માણી શકો છો.

સામગ્રી

  • 2 કપ ચોખા
  • 1/4 કપ તુવેરની દાળ
  • 1/4 કપ અડદની દાળ
  • 1/4 કપ મગની દાળ
  • 1/4 કપ ચણાની દાળ
  • 1/4 કપ ઘઉં
  • 1/4 કપ ખાટું દહીં
  • 10-12 ચમચાં લીલા મરચાં
  • આદુનો એક નાનો ટુકડો
  • 500 ગ્રામ દુધી છીણેલી
  • 250 ગ્રામ ગાજર છીણેલું
  • 1/2 કપ વટાણા
  • 1 ચમચી ખાવાનો સોડાસૌ પહેલા ચોખા, બધી દાળ અને ઘઉંને ધોઈ લો અને ભીના કપડાંથી લૂંછી નાંખો. હવે આને ભેગા કરી તેનો કકરો લોટ દળો. હવે આ મિશ્રણમાં ખાટું દહીં, ગરમ પાણીને મિક્સ કરો. આ મિશ્રણને 7 થી 8 કલાક આથો આવવા માટે ઢાંકી મુકો. આથો આવ્યા પછી તેમાં તેલ, લીંબુનો રસ, સોડા, ખાંડ, આદુ મરચાંની પેસ્ટ, છીણેલી દૂધી, હળદર, મીઠું નાંખીને મિક્સ કરો.

    હાંડવો બનાવવા માટે

    એક મોટી તપેલી લો. તેમાં બધા શાક અને આદુ મરચાની પેસ્ટ મિક્સ કરો. તેને બરોબર હલાવી લો. હવે એક પેન લો અને તેમાં તમે વધારની સામગ્રીઓ તેલ ગરમ થાય પછી નાંખતા જાવ. વધાર સારી રીતે તૈયાર થાય એટલે તમે તે પેનમાં તૈયાર ખીરું ઉમેરો. હવે ધીમા ગેસ પર હાંડવો શેકાવવા દો. લગભગ અડધા કે પોણા કલાક બાદ તમારો હાંડવો તૈયાર થઈ જશે. તમે હાંડવાની મજા લઈ શકશો. ગરમાગરમ હાંડવો ટેસ્ટી હોવાની સાથે હેલ્ધી હોવાથી તમારી રજાની મજા વધી જશે.