Relationship Tips/ સેક્સ કર્યાનાં 48 કલાકો સુધી તમારી સ્કીનનાં થઇ શકે છે વખાણ, જાણો

સેક્સ પછી ઘણી વખત તમારી સ્કીનનાં વખાણ થયા જ હશે. આ ચમકને પ્રોટોકોલિક ગ્લો કહેવાય છે. આ દરમિયાન તમારા ગાલ પર એક અલગ ચમક આવી જતી હોય છે

Tips & Tricks Lifestyle Relationships
સેક્સ

સેક્સ પછી ઘણી વખત તમારી સ્કીનનાં વખાણ થયા જ હશે. આ ચમકને પ્રોટોકોલિક ગ્લો કહેવાય છે. આ દરમિયાન તમારા ગાલ પર એક અલગ ચમક આવી જતી હોય છે, જેના તમારા ફ્રેન્ડ્સ અને સહકર્મીઓએ વખાણ કર્યા હશે. પણ, વિચારો આવું કેમ? અને આ ચમક 48 કલાક સુધી તમારી સાથે રહે છે.

સાઈકોલોજી સાયન્સની જર્નલમાં પબ્લિસ થયેલા રિસર્ચમાં સામે આવ્યું છે કે, સેક્સ પછી ચામડીનો ગ્લો અમુક કલાકો સુધી અકબંધ રહે છે. Sex પર રિસર્ચ કરતા લોકોએ જાણ્યું કે સેક્સ દરમિયાન ઓક્સિટોસિન રિલીઝ થાય છે, આ હોર્મોન્સ બન્ને પાર્ટનરની વચ્ચેની ઈન્ટિમસીને વધારે છે. પરંતુ આ હોર્મોન્સનો સેક્સ દરમિયાન મળતા સંતોષના આધારે સ્ત્રાવ થાય છે તેવું રિસર્ચમાં સામે આવ્યું છે. નવા પરણેલા બે ગ્રુપ પર સંશોધન કરવામાં આવ્યું, જેમાં પહેલા ગ્રુપમાં 96 કપલ હતા જ્યારે બીજા ગૃપમાં 118 કપલ્સ હતા. તેમને કહેવામાં આવ્યું કે તેઓ તેમની રોજની સેક્સ લાઈફ પર ધ્યાન આપે, જેમાં સેટિસ્ફેક્શન લેવલ અને રિલેશનશિપ સેટિસ્ફેક્શન પર 14 દિવસ સુધી અધ્યયન કરવામાં આવ્યું. લગભગ મોટાભાગના કપલે 14 દિવસના સમયમાં 4 વખત Sex માણ્યું હતું.

Image result for સેક્સ લાઈફ

આ સ્ટડીના અંતમાં જે તારણ આવ્યું તે આ પ્રમાણે રહ્યું, આ રિસર્ચમાં જોડાયેલા લોકોની ઉંમર, લિંગ, સેક્સની ફ્રિક્વન્સી, બે દિવસ પછીના સેક્સમાં સંતોષ વગેરે મુદ્દા પર ધ્યાન આપવામાં આવ્યું. આ પછી સામે આવ્યું કે સંતોષ કારક સેક્સ લાઈફ હોય તો સ્કીન વધારે ગ્લો કરે છે. શરુઆતમાં અને 6 મહિના પછી પણ જે લોકોના ચહેરા અને સ્કીન પર સેક્સ પછી ચળકાટ જોવા મળ્યો તે લોકો તેમની રિલેશનશિપથી સંતુષ્ટ હતા. તો હવે તમારા ચહેરા અને સ્કીન પર ચળકાટ અને ચમક લાવવા માટે મોંઘા સ્પ્રે કે ક્રિમનો ઉપયોગ કરવાના બદલે આ રિસર્ચ પર વિશ્વાસ કરો અને વધારે ચમક મેળવો.

આ પણ વાંચો:સેક્સ લાઇફને સુધારવા અપનાવો આ ટેકનિક અને જુઓ કમાલ

આ પણ વાંચો:શું તમે જાણવા માંગો છો કે તમારો પાર્ટનર વર્જિન છે કે નહિ? આ ટિપ્સ જરૂર અપનાવો

આ પણ વાંચો:સવારના નાસ્તા અને લંચ પહેલા જરૂર ખાવ આ 4 ફૂડ્સ, વજન ઘટાડવામાં ઝડપથી કરશે મદદ

આ પણ વાંચો:ગરમીમાં સ્કીન અને વાળની કાળજી રાખવી છે તો જુઓ આ ટીપ્સ