ગુજરાત/ વાટાવચછની બોર્ડરથી ૩ કરોડની ખનીજ ચોરી ઝડપાઇ, પોલીસે ત્રણ મશીન કબજે કર્યા

સાયલા તાલુકામાં વધી રહેલા ગેરકાયદેસર ખનીજનાં ખનન અને વહનની પ્રવૃત્તિને અંકુશમાં લેવા તંત્ર દ્વારા પેટ્રોલીંગ સઘન કરવામાં આવ્યુ છે.

Gujarat Others

@સચિન પીઠવા, મંતવ્ય ન્યૂઝ – સુરેન્દ્રનગર

સાયલા તાલુકામાં વધી રહેલા ગેરકાયદેસર ખનીજનાં ખનન અને વહનની પ્રવૃત્તિને અંકુશમાં લેવા તંત્ર દ્વારા પેટ્રોલીંગ સઘન કરવામાં આવ્યુ છે. સાયલા પી. એસ. આઈ. તથા સ્ટાફનાં ઇનદુભા રાણા મયુરસિહ ઝાલા, કુલદીપસિહ ઝાલાએ પેટ્રોલીંગ દરમિયાન વાટાવચછ ગામની બોર્ડરમાં ગેરકાયદેસર રીતે ખનીજનું ખનન વહન થતું હોવાની હકીકત મળતા તે સ્થળે ઓચિંતો છાપો મારતાં હાજર ઇસમોમાં નાસભાગ મચી જવા પામી હતી.

મોટા સમાચાર / ગુજરાતનાં 36 શહેરોમાં કરફ્યું અંગે આજે લેવાશે નિર્ણય, બજારો ખોલવાની મળી શકે છે મંજૂરી

પોલીસે તપાસ કરવા આ પથ્થરની ખાણ જુની જસાપર ગામનાં સગ્રામભાઇ પ્રભુભાઇ ધાડવી નામનાં શખ્સ દ્વારા ગેરકાયદેસર રીતે ચલાવવામાં આવતી હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે ગેરકાયદેસર ધમધમતી કાળા પથ્થરની ખાણ પરથી એક હીટાચી મશીન કિંમત આશરે વીસ લાખ જપ્ત કરીને સીઝ કર્યુ હતું. વાટાવચછ ગામની બોર્ડરમાં ગેરકાયદેસર ઝડપાયેલા ખાણ બાબતે પોલીસે તુરંત સુરેન્દ્રનગર ખનીજ ખાતાનો સંપર્ક કરી જાણ કરતા ખનીજ ખાતાની ટીમ પણ દોડી આવી હતી.

‘તાઉ-તે’ વાવાઝોડું / અરબી સમુદ્રમાં ડૂબી ગયેલા પી -305 જહાજમાં સવાર 26 લોકોના મળ્યા મૃતદેહ, 49 હજુ પણ લાપતા

સુરેન્દ્રનગર ખાણ ખનીજ વિભાગનાં અધિકારીઓ દ્વારા ગેરકાયદેસર ધમધમતી કાળા પથ્થરની ખાણની માપણી હાથ ધરતાં અત્યાર સુધીમાં આ ખાણમાંથી આશરે રૂપિયા ૩ કરોડનાં ખનીજનું ખનન અને વહન કરાયાનું જણાતાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.