કોરોનાની અસર / નાગરિક ઉડ્ડયન મંત્રીનું એલાન, જલ્દી જ શરૂ થશે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ

કોરોના મહામારીનાં કારણે અસરગ્રસ્ત આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ ટૂંક સમયમાં સામાન્ય થઈ શકે છે. નાગરિક ઉડ્ડયન સચિવ રાજીવ બંસલે બુધવારે જણાવ્યું હતું કે, વર્ષનાં અંત સુધીમાં આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ સેવાઓ સામાન્ય થઈ જવાની આશા છે.

કોરોના મહામારીનાં કારણે અસરગ્રસ્ત આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ ટૂંક સમયમાં સામાન્ય થઈ શકે છે. નાગરિક ઉડ્ડયન સચિવ રાજીવ બંસલે બુધવારે જણાવ્યું હતું કે, વર્ષનાં અંત સુધીમાં આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ સેવાઓ સામાન્ય થઈ જવાની આશા છે. આપને જણાવી દઈએ કે, ભારતમાં કોરોના વાયરસનાં કેસમાં થયેલા વધારાને જોતા સરકારે ગયા વર્ષે 23 માર્ચે આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ બંધ કરી દીધી હતી. ત્યારથી કાર્ગો સિવાય માત્ર પસંદગીની ફ્લાઇટ્સ શરૂ કરવામાં આવી છે.

Internation Flights

આ પણ વાંચો – IND Vs NZ / ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ પ્રથમ ટેસ્ટમાં વિરાટની જગ્યા આ ખેલાડી લેશે, મેચમાં કરશે ડેબ્યૂ

આપને જણાવી દઇએ કે, નાગરિક ઉડ્ડયન સચિવ રાજીવ બંસલે બુધવારે જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ સેવાઓ “ખૂબ જલ્દી” અને સંભવતઃ આ વર્ષનાં અંત સુધીમાં સામાન્ય સ્થિતિમાં આવવાની આશા છે. કોવિડ-19 મહામારીનાં કારણે ગયા વર્ષે માર્ચ મહિનાથી ભારતમાં આવતી અને અહીથી અન્યત્ર જતી આંતરરાષ્ટ્રીય પેસેન્જર ફ્લાઇટ સેવાઓ સ્થગિત કરવામાં આવી છે. આ સસ્પેન્શન 30 નવેમ્બર સુધી લંબાવવામાં આવ્યું છે. બંસલે અહીં જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ “ખૂબ જ ટૂંક સમયમાં” અને આ વર્ષનાં અંત સુધીમાં સામાન્ય સ્થિતિમાં પાછા આવવાની આશા છે. અત્યારે ભારતે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટનાં સંચાલન માટે 25 થી વધુ દેશો સાથે ‘એર બબલ’ કરાર પર હસ્તાક્ષર કર્યા છે. ‘એર બબલ’ કરાર એ બે દેશો વચ્ચે ફ્લાઇટ સેવાઓ ફરી શરૂ કરવા માટેની અસ્થાયી વ્યવસ્થા છે.

આ પણ વાંચો – કોરોના / અમેરિકામાં શાળા ખુલતાં જ કોરોના વિસ્ફોટ,સાત દિવસમાં આટલા બાળકો કોરોના સંક્રમિત…

દ્વિપક્ષીય ‘એર બબલ’ કરાર હેઠળ, બન્ને દેશોની એરલાઇન્સ કેટલીક શરતોને આધીન આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સનું સંચાલન કરી શકે છે. ગયા અઠવાડિયે, નાગરિક ઉડ્ડયન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું હતું કે, સરકાર આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ સેવાઓને પુનઃસ્થાપિત કરવાની પ્રક્રિયાનું મૂલ્યાંકન કરી રહી છે અને કહ્યું હતું કે સરકાર વિશ્વનાં કેટલાક ભાગોમાં કોરોના વાયરસ મહામારીની સ્થિતિને ધ્યાનમાં રાખીને સેવાઓને સામાન્ય બનાવવા માંગે છે. તેમણે કહ્યું હતું કે, “અમે વિશ્વમાં નાગરિક ઉડ્ડયન ક્ષેત્રમાં અમારું સ્થાન પાછું મેળવવા અને ભારતને હબ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. મારા પર વિશ્વાસ કરો, હું તમારી સાથે છું. અમે સાથે મળીને કામ કરીશું, પરંતુ સુરક્ષિત વાતાવરણમાં.


More Stories


Loading ...

Top StoriesPhoto Gallery


Entertainment