છોટાઉદેપુર/ બોડેલીના ઘાઘરપુરા ગામે સગીરા પર દુષ્કર્મ, બંને આરોપીઓની થઈ ધરપકડ

બે યુવકોએ સગીરાને હવસનો શિકાર બનાવી હતી.બનાવની જાણ થતાં સગીરાની માતાએ બોડેલી પોલીસ સ્ટેશનમાં નરાધમો સામે ફરિયાદ નોંધાવી હતી.

Gujarat Others
સગીરા
  • સગીરા પર દુષ્કર્મની ઘટના
  • 2 યુવકોએ સગીરાને હવસનો શિકાર બનાવી
  • શાળાએથી ઘરે જતી હતી સગીરા
  • પોલીસે બંને આરોપીઓની કરી ધરપકડ
  • બોડેલીના ઘાઘરપુરા ગામે બન્યો બનાવ

છોટાઉદેપુરના બોડેલી તાલુકાના ઘાઘરપુરા ગામમાં સગીરા સાથે દુષ્કર્મની ઘટના બની હતી. હાઈસ્કૂલમાંથી છૂટી ઘરે પરત જતી સગીરા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. લગ્નની લાલચ આપી બે યુવકોએ સગીરાને હવસનો શિકાર બનાવી હતી.બનાવની જાણ થતાં સગીરાની માતાએ બોડેલી પોલીસ સ્ટેશનમાં નરાધમો સામે ફરિયાદ નોંધાવી હતી.ફરિયાદના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતાં બંને આરોપીઓની ધરપકડ કરી લીધી હતી.

આ પણ વાંચો :  ભીનાર રોડ પર કાર ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત, ત્રણ લોકોના મોત

આ પણ વાંચો રાજ્યમાં સિનિયર તબીબોની હડતાળ રહેશે મોકૂફ, સરકારની સમજાવટ બાદ લેવાયો નિર્ણય

ઉલ્લેખનીય છે કે, જામનગરના ગોકુલનગરમાં રહેતા લંપટ આધેડ ઉંમરના આરોપી ભાયાભાઈ આંબલીયા સામે પોલીસ ફરિયાદ નોંધાતા ચારેબાજુ હડકંપ મચી ગયો છે. સગીરાએ આધેડ સાથે અગાઉ શારીરિક સંબંધ બાંધ્યો હોવાની જાણ થતાં તેના પિતાએ આધેડ વિરૂધ્ધ પોક્સોની કલમ હેઠળ પોલીસ ફરિયાદ નોંધાવતા ચકચાર મચી ગઈ છે. ઝી 24 કલાક દ્વારા શનિવારના રોજ સમગ્ર અહેવાલ રજૂ કરાયા બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી છે.

આ પણ વાંચો : ખાનગી સ્કૂલોના શિક્ષકોના હાલ- બેહાલ, લાંબા સમયથી પડતર પ્રશ્નોને લઈ ત્રાહિમામ

11 ડિસેમ્બરે જામનગરની એક શાળામાં ભણતી એક વિદ્યાર્થીની સાથે એક લંપટ રોમાન્સ કરતો ઝડપાયો હતો. સફેદ વાળ થઇ ચુકેલા દાદા જેવા શખસે પોતાની પૌત્રીની ઉંમરની આશરે 12 વર્ષની ઉંમરની તરૂણી સાથે રોમાન્સ કરતો ઝડપાયો હતો. હદ તો ત્યારે થઇ હતી જ્યારે તે તરૂણી સાથે પિતાની ઓળખ આપીને અંદર પ્રવેશ્યો હતો. ત્યાર બાદ બંન્ને એક ખુણામાં જતા રહેતા સ્થાનિક તંત્રને શંકા પડી હતી.

આ પણ વાંચો : રાજકોટમાં 10 વર્ષની બાળકીએ કર્યો આપઘાત, જાણો શું છે કારણ

જામનગરના લાખોટા તળાવમાં પિતાની ઓળખ આપીને એક 12-15 વર્ષની તરૂણી સાથે આ વ્યક્તિ પ્રવેશ્યો હતો. બગીચામાં પ્રવેશ્યા બાદ તેની ઢાંઢો શખસ અને સગીરાની હિલચાલ શંકાસ્પદ લાગી રહી હતી. આ ઉપરાંત આ બંન્ને ખુણામાં બેસવા માટે જતા રહ્યા હતા. જેના કારણે આખરે તંત્ર દ્વારા સીસીટીવી ચેક કરવામાં આવતા બંન્ને રોમાન્સ કરી રહ્યા હતા. જેના પગલે તરૂણીની ઉંમર જોતા તે કોઇ ખોટા હાથમાં ન ફસાય તે માટે સિક્યુરિટી સ્ટાફ દ્વારા પોલીસને બોલાવવામાં આવી હતી. પોલીસ તત્કાલ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી.

આ પણ વાંચો :સરખેજમાં જાનૈયાઓ DJના તાલે ઝૂમતા હતા અને અચાનક આખલાએ કર્યો હુમલો, જુઓ વીડિયો