Ahmedabad/ મતગણતરીના દિવસે થઈ હતી ચૂક, કુબેરનગર બેઠક પર ભાજપનાં ગીતાબાની જીત

મતગણતરીના દિવસે થઈ હતી ચૂક, કુબેરનગર બેઠક પર ભાજપનાં ગીતાબાની જીત

Ahmedabad Gujarat

ગુજરાત રાજ્યમાં 6 મનપાની ચૂંટણી પ્રક્રિયા પૂરી થઈ ચુકી છે ને પરિણામ પણ જાહેર થઇ ચુક્યા છે. ત્યારે આજ રોજ વધુ એક બેઠક ભાજપને ફાળે ગઈ છે. અમદાવાદના કુબેર નગર વોર્ડમાં એક બેઠક પર ભાજપના ફાળે ગઈ છે. કોંગ્રેસની પેનલ તૂટી છે. મતગણતરીમાં ભૂલ થતાં ભાજપે તપાસની માંગ કરી હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર અમદાવાદની કુબેર નગર વોર્ડમાં કોંગ્રેસની પેનલ જીતી હતી. પરંતુ પરિણામમાં અસંતોષ હોવાથી ભાજપે ચૂંટણી પાંચમાં રજૂઆત કરી હતી. અને મત ગણતરી ફરી કરાવી હતી. જેમાં કુબેર નગર વોર્ડમાં એક બેઠક ઉપર ભાજપનો ભગવો લહેરાયો છે.

કુબેરનગર બેઠક પર ભાજપના ગીતાબા ચાવડા વિજેતા તરીકે જાહેર થયા છે. ભાજપની રજૂઆત બાદ ચૂંટણી કમિશનરે તપાસ કરી હતી. મતગણતરીમાં ભૂલ થતાં ભાજપે તપાસની  માંગ કરી હતી. ગીતાબા ચાવડા વિજેતા ઘોષિત થતા કુબેરનગરમાં કોંગ્રેસની પેનલ તૂટી  છે. અને કોંગ્રેસના જગદીશ મોહનાની હાર થઇ  છે. ગીતાબા ચાવડાને વિજેતા જાહેર કરાયા છે.

આમ અમદાવાદ મનપામાં ભાજપને વધુ એક બેઠક મળી છે. કુબેરનગર બેઠકમાં ભાજપ ઉમેદવાર વિજેતા જાહેર થયા છે. 9મા રાઉન્ડની મતગણતરીમાં ભૂલ હોવાનું સામે આવ્યું છે.