ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ ને લઈને ડિરેક્ટર સંજય લીલા ભણસાલી, અભિનેત્રી આલિયા ભટ્ટ અને ફિલ્મના લેખકોની મુશ્કેલીઓ સતત વધી રહી છે. હવે મુંબઈની મઝાગાંવ કોર્ટે ભણસાલી, આલિયા અને લેખકને 21 મેના રોજ હાજર થવા સમન્સ મોકલ્યું છે.
સુત્રોના જણાવ્યા મુજબ, ગંગુબાઈ કાઠિયાવાડીનો દત્તક પુત્ર હોવાનો દાવો કરનારા બાબુ રાવજી શાહની અરજી પર સમન્સ મોકલવામાં આવ્યું હતું. તેમણે પોતાની અરજીમાં આરોપ લગાવ્યો છે કે ફિલ્મમાં ગંગુબાઈની છબી નબળી હોવાનું દર્શાવવામાં આવ્યું છે.
આ પણ વાંચો : સલમાન ખાને લીધો કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ, સોશિયલ મીડિયા પર આપી જાણકારી
Mumbai's Mazgaon Court has summoned film Gangubai Kathiawadi's director Sanjay Leela Bhansali, actor Alia Bhatt & writer of the film on May 21, on plea of Babu Rawji Shah who claims to be the adopted son of Gangubai Kathiawadi&has stated in his plea that film tarnishes her image
— ANI (@ANI) March 25, 2021
24 ફેબ્રુઆરીએ સંજય લીલા ભણસાલીના જન્મદિવસ પર ગંગુબાઈ કાઠિયાવાડીનું ટીઝર રિલીઝ થયું હતું. આમાં આલિયા ગંગુબાઈના રોલમાં જોવા મળી હતી.એમા કહેવામાં આવી રહ્યું છે કે લોકોનું માનવું છે કે ફિલ્મ દ્વારા કમીઠીપુરાના 200 વર્ષના વાસ્તવિક ઇતિહાસને ખરાબ રાખવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. લોકોનું કહેવું છે કે આ અપમાનજનક, શરમજનક અને કમાઠીપુરાના રહેવાસીની ભાવનાને દુભાવા વાળું છે. કમાઠીપુરાના લોકોએ સામાજિક કલંકને હટાવવા માટે ઘણી મહેનત કરી છે અને આ ફિલ્મ કમાઠીપુરાની વર્તમાન અને ભાવિ પેઢી માટે ખુબ હાનિકારક છે. એવામાં હવે આ લોકો ફિલ્મના ખિલાફ પ્રદર્શન કરશે અને એના પર રોક લગાવી દેવાની માંગ કરી શકે છે.
આ પણ વાંચો : અંકિતા લોખંડે એ કર્યો ખુલાસો, સુશાંત સાથે બ્રેકઅપના કારણે ઠુકરાવી હતી મોટી ફિલ્મોની ઓફર
યાદ અપાવી દઈએ કે, આ અગાઉ મહારાષ્ટ્ર કોંગ્રેસના ધારાસભ્ય અમીન પટેલે ફિલ્મનું નામ બદલવાની માંગ કરી હતી. અમીન કહ્યું હતું કે, આ ફિલ્મ કામઠીપુરાનો વાસ્તવિક ઇતિહાસ બગાડવાનો પ્રયાસ કરી રહી છે. આ કામઠીપુરાના લોકોની ભાવનાઓને ઠેસ પહોંચાડી રહી છે અને આવનારી પેઢી માટે તે નુકસાનકારક છે. આપને જણાવી દઈએ કે આ ફિલ્મ 30 જુલાઈએ રિલીઝ થશે.
વિવાદ અને સંજય લીલા ભણસાલી
નોંધપાત્ર વાત એ છે કે આ પહેલીવાર નથી જ્યારે સંજય લીલા ભણસાલીની કોઈ ફિલ્મ અંગે વિવાદ સર્જાયો હોય. આ પહેલા પદ્માવત ફિલ્મ અંગે ઘણી હંગામો થયો હતો. એક તરફ સંજય પર હુમલો થયો તો બીજીબાજુ કરણીસેનાએ તેમના પર ઈનામની જાહેરાત કરી હતી. ફિલ્મનું નામ પણ બદલવામાં આવ્યું, જોકે આખરે બધું ઠંડુ થઈ ગયું અને કોઈએ ફિલ્મ સામે વાંધો ન ઉઠવ્યો.
આ પણ વાંચો : આર્થિક તંગી સામે ઝઝૂમી રહ્યો હતો આ એકટર, મૃત્યુ બાદ ઓટોરિક્ષામાં મળ્યો મૃતદેહ
