Not Set/ મ્યાનમારની સેનાની પ્રદર્શનકારીઓ વિરૂદ્ધ કરી સૌથી મોટી હિંસક કાર્યવાહી, 91નાં મોત,વ્યાપક નિંદા

મ્યાનમારમાં તખ્તાપલટ બાદ સેનામાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે તેમજ શનિવારે પ્રદર્શનકારીઓ વિરુદ્ધ સૌથી મોટી હિંસક કાર્યવાહીમાં સુરક્ષાદળોના હાથે 91 લોકોના મોત થયા છે. સેનાના પ્રકોપની આગમાં પ્રદર્શનકારીઓ હોમાઈ રહ્યા છે તેમાં

World Trending

મ્યાનમારમાં તખ્તાપલટ બાદ સેનામાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે તેમજ શનિવારે પ્રદર્શનકારીઓ વિરુદ્ધ સૌથી મોટી હિંસક કાર્યવાહીમાં સુરક્ષાદળોના હાથે 91 લોકોના મોત થયા છે. સેનાના પ્રકોપની આગમાં પ્રદર્શનકારીઓ હોમાઈ રહ્યા છે તેમાં આંકડો હવે વધુ મોટો થયો છે. મ્યાનમારના મીડિયામાં આપવામાં આવેલી જાણકારીમાં મોતના ભયજનક આંકડાઓ સામે આવ્યા છે. વેબસાઇટ મ્યાનમાર નાઉના અહેવાલ અનુસાર શનિવારે સાંજ સુધી સુરક્ષાદળોની કાર્યવાહીમાં મરનાર લોકોની સંખ્યા વધીને 91 સુધી પહોંચી ગઈ છે. આ પહેલા 14 માર્ચે સુરક્ષાદળોની કાર્યવાહીમાં 74થી 90 પ્રદર્શનકારીઓના મોત થયા હતા. આ ઘટનાની સમગ્ર વિશ્વમાં નિંદા થઈ રહી છે

Martial law imposed in parts of Myanmar city as deaths rise

વેબસાઈટ મ્યાનમારના અહેવાલ પ્રમાણે શનિવારે સાંજ સુધીની સુરક્ષા દળોની કાર્યવાહીમાંયંગૂનમાં એક ધ્યાન રાખનાર વ્યક્તિ દ્વારા જારી મૃતક સંખ્યા પ્રમાણે, બે ડઝનથી વદુ શહેરોમાં થઈ રહેલા પ્રદર્શનમાં સાંજ સુધી 91 લોકોના મોત થયા છે. મ્યાંનમારમાં થયેલા સૈન્ય તખ્તાપલટ બાદથી દેશભરમાં પ્રદર્શન થઈ રહ્યાં છે. પ્રદર્શનકારી ચૂંટાયેલી સરકારને ફરી સત્તામાં લાવવાની માંગ કરી રહ્યાં છે. આ પહેલા એક દિવસમાં સર્વાધિક મોત 14 માર્ચે થયા હતા જ્યારે મૃતકોની સંખ્યા 74થી 90 હોવાનું સામે આવ્યું હતું.

Myanmar Protests: ખૂંખાર બની મ્યાનમારની સેના, એક દિવસમાં 91 પ્રદર્શનકારીઓને મોતને ઘાટ ઉતારી દીધા

આ હત્યાઓને લઈને આંતરરાષ્ટ્રીય સ્તર પર વ્યાપક નિંદા થઈ છે અને મ્યાનમારમાં ઘણા કૂટનીતિક મિશનોએ નિવેદન જારી કર્યા છે જેમાં શનિવારે બાળકો સહિત નાગરિકોની હત્યાનો ઉલ્લેખ છે. મ્યાનમાર માટે યૂરોપીય સંઘના પ્રતિનિધિમંડળે ટ્વિટર પર કહ્યું, 76મો મ્યાંમા સશસ્ત્ર બલ દિવસ આતંક અને અસમ્માનના દિવસ તરીકે યાદ કરવામાં આવશે. બાળકો સહિત નિર્દોષ નાગરિકોની હત્યા એવું કૃત્ય છે જેનો કોઈ બચાવ નથી.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…