અમદાવાદ/ હવે આ સ્થળોએ એપોઇન્ટમેન્ટ વિના આધારકાર્ડની કામગીરી શરૂ કરાઈ

કોરોનાની બીજી લહેર બાદ અમદાવાદ કોર્પોરેશન દ્વારા અમુક સ્થળોએ જ માત્ર એપોઇટમેન્ટથી આધાર કાર્ડની જરૂરી કામગીરી કરવામાં આવતી હતી

Ahmedabad Gujarat

રાજય માં કોરોનાની બીજી લહેર અને તેની બાદ અમદાવાદ શહેરમાં એપોઈનમેન્ટ વગર બંધ કરવામાં આવી હતી . હવે જયારે કોરોના  કેસ ઘટતા આધાર કાર્ડસબંધી કામગીરીને હવે કોર્પોરેશનના મોટાભાગના સિટી સિવિક સેન્ટર ખાતે શરૂ કરી દેવામાં આવી છે. જેમાં હવે કોઇ પણ નાગરિક એપોઇન્ટમેન્ટ વિના પણ આધાર કાર્ડની કામગીરી માટે જઇ શકશે.

આ પણ વાંચો :નવરાત્રિમાં આશાપુરા માતાજીનું મંદિર ખુલ્લું રહેશે, દર્શનાર્થીઓ દર્શન કરી શકશે

કોરોનાની બીજી લહેર બાદ અમદાવાદ કોર્પોરેશન દ્વારા અમુક સ્થળોએ જ માત્ર એપોઇટમેન્ટથી આધાર કાર્ડની જરૂરી કામગીરી કરવામાં આવતી હતી. જેના લીધે સામાન્ય લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. તેમજ ધક્કા ખાવાનો વારો આવતો હતો. જો કે હવે  અમદાવાદ કોર્પોરેશને ફરી એક વાર આધાર કાર્ડની કામગીરી સિટી સિવિક સેન્ટરોએ એપોઇન્ટમેન્ટ વિના શરૂ કરી છે. જેના લીધે સામાન્ય નાગરિકોને તેનો ફાયદો થશે.

આ  ઝોન વાઇસ ઓફિસો માં  તમે  જીઈ શકશો …..

પૂર્વ ઝોન: રામોલ હાથીજણ રોડ સ્ટોર્સ, અમરાઇવાડી સિટી સિવિક સેન્ટર, ભાઇપુરા , ગોમતીપુર, વસ્ત્રાલ, નિકોલ સબ ઝોનલ ઓફિસ, લીલાનગર અર્બન હેલ્થ સેન્ટર, વિરાટનગર, ઓઢ‌વ વોર્ડ ઓફિસ.

મધ્ય ઝોન: પોલિયો ફાઉન્ડેશન, રાયપુર, જમાલપુર સબઝોનલ ઓફિસ, દરિયાપુર સબ ઝોનલ ઓફિસ, ગુજરાત કામદાર કલ્યાણ કેન્દ્ર, અસારવા, શાહપુર સેન્ટર, ગિરધરનગર વોર્ડ ઓફિસ.

પશ્ચિમ ઝોન: ધરણીધર સિટી સિવિક સેન્ટર, મલ્ટિલેવલ પાર્કિંગ નવરંગપુરા, સાબરમતી વોર્ડ ઓફિસ, રાણીપ સબઝોનલ ઓફિસ, નારણપુરા સબ ઝોનલ

ઉ.પશ્ચિમ ઝોન: જૂની પંચાયત ઓફિસ,ચાંદલોડિયા, ચાણક્યપુરી બ્રીજ નીચે, ગોતા સબ ઝોનલ, થલતેજ ઓફિસ, મકરંદ દેસાઇ પુસ્તકાલય, બોડકદેવ,

દ.પશ્ચિમ ઝોન: સિવિક સેન્ટર, બોપલ, વેજલપુર વોર્ડ ઓફિસ, મક્તમપુરા સબ ઝોનલ ઓફિસ, સરખેજ સબઝોનલ ઓફિસ.

દક્ષિણ ઝોન: મણિનગર ઝોનલ ઓફિસ, વટવા, બહેરામપુરા, ઇન્દ્રપુરી દાણીલીમડા સબ ઝોનલ ઓફિસ.

ઉત્તર ઝોન: નરોડા પાણીની ટાંકી પાસે, કુબેરનગર વોર્ડ ઓફિસ, અર્બન હેલ્થ સેન્ટર, સરદારનગર, રાજીવ ગાંધી ભવન, મેમ્કો, ઇન્ડિયાકોલોની, બાપુનગર સબ ઝોનલ ઓફિસ, ઠક્કરબાપાનગર વોર્ડ ઓફિસ.

આ પણ  વાંચો :બેડલા ગામે બુડલેગરને પકડવા ગયેલી પોલીસ પર હુમલો કરાયો