Mehsana news/ બહુચરાજીમાં બોલેરો કારનો જીવલેણ અકસ્માત: સગીર ચાલકે ત્રણને કચડ્યા, બેના મોત

મહેસાણા જિલ્લાના બહુચરાજીમાં બેકાબૂ બોલેરો કાર (Bahucharaji Bolero Accident) ઘરના આંગણામાં ઘૂસી જતાં વૃદ્ધા અને સગીરાનું મોત થયું છે, જ્યારે એક બાળકી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ છે. પોલીસે આરોપી ચાલકની શોધખોળ શરૂ કરી છે.

Top Stories Gujarat Others Breaking News
Bahucharaji Bolero Accident, આંગણામાં બેઠેલા ત્રણ લોકોને બોલેરોએ કચડ્યા

Mehsana News: મહેસાણા જિલ્લાના બહુચરાજીમાં એક હૃદયદ્રાવક અકસ્માતે (Bahucharaji Bolero Accident) સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાવી છે. બહુચરાજીની વૃંદાવન સોસાયટીમાં સગીર વયના ચાલકે બોલેરો કાર પરનો કાબૂ ગુમાવતા ઘરના આંગણામાં બેઠેલા ત્રણ લોકોને અડફેટે લીધા હતા. આ ગંભીર અકસ્માતમાં વૃદ્ધા અને એક સગીરાનું સારવાર દરમિયાન મોત થયું છે, જ્યારે અન્ય એક બાળકીને ગંભીર ઈજાઓ પહોંચી હોવાથી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

Bahucharaji Bolero Accident: માટીમાં ફસાયેલી કાર બહાર કાઢતાં સર્જાયો અકસ્માત

પ્રાથમિક માહિતી મુજબ, 3 ઓગસ્ટની સાંજે સોસાયટીના કોમન પ્લોટમાં પાર્ક કરાયેલી કાળા રંગની બોલેરો કાર કાચી માટીમાં ફસાઈ ગઈ હતી. કારને બહાર કાઢવાના પ્રયાસ દરમિયાન ચાલકે એક્સિલેટર વધુ દબાવતાં વાહન અચાનક બેકાબૂ બની પૂરઝડપે આગળ ધસી આવ્યું.બેકાબૂ બનેલી કાર સીધી નજીકના મકાનના આંગણામાં ઘૂસી ગઈ, જ્યાં કંચનબેન દરજી, તેમની પૌત્રી હાર્વી અને પડોશીની દીકરી સોનલબેન બેઠા હતા. કારની ટક્કર એટલી જોરદાર હતી કે ઘરના વરંડા અને મુખ્ય દરવાજાને પણ ભારે નુકસાન પહોંચ્યું.

સારવાર દરમિયાન બેના મોત

અકસ્માત (Bahucharaji Bolero Accident) બાદ ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ગંભીર રીતે ઘવાયેલા કંચનબેન દરજીનું મહેસાણાની હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું, જ્યારે સગીરા સોનલબેનનું અમદાવાદની હોસ્પિટલમાં સારવાર દરમિયાન નિધન થયું હતું.આ અકસ્માતમાં હાર્વી નામની બાળકીને થાપાના ભાગે ગંભીર ફ્રેક્ચર થયું છે અને તેની સારવાર ચાલુ છે.

આરોપી ચાલક ફરાર, પોલીસ તપાસ શરૂ

અકસ્માત (Bahucharaji Bolero Accident) બાદ કારચાલક સ્થળ પરથી કાર મૂકીને ફરાર થઈ ગયો હતો. બહુચરાજી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયા બાદ પોલીસે આરોપીને ઝડપી પાડવા માટે તપાસ શરૂ કરી છે.બહુચરાજી પોલીસ સ્ટેશનના પીઆઈ ગઢવીએ જણાવ્યું કે, પ્રાથમિક માહિતી મુજબ આરોપી ફરાર છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર કાર ચલાવનાર સગીર વયનો હોવાની ચર્ચા છે. જોકે, આરોપીની ધરપકડ બાદ સમગ્ર હકીકત સ્પષ્ટ થશે.

સ્થાનિકોની કડક કાર્યવાહીની માંગ

મૃતક પરિવારના સંબંધી જીતુ દરજીએ જણાવ્યું કે સાંજે પરિવારના સભ્યો ઘરના પગથિયાં પર બેઠા વાતચીત કરી રહ્યા હતા, ત્યારે બેકાબૂ બોલેરો કાર સીધી તેમની ઉપર ચડી ગઈ. તેમના જણાવ્યા અનુસાર કારની ઝડપ ખૂબ વધારે હતી. તેમણે નિર્દોષ લોકોના જીવ ગયાની ઘટનામાં જવાબદાર સામે કડક કાયદેસરની કાર્યવાહી કરીને કડક સજા કરવાની માંગ કરી છે.પોલીસ સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે અને અકસ્માત (Bahucharaji Bolero Accident)ના ચોક્કસ કારણો જાણવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.


આ પણ વાંચો:મહેસાણા ઊંઝા-હાઈવે પર અકસ્માતમાં બેનાં મોત, 13 ઘાયલ

આ પણ વાંચો:મહેસાણામાં રેલવે ઓવરબ્રિજ જોખમી, ગાબડા પડતા લોખંડના સળિયા બહાર આવ્યા; અકસ્માતનો ભય

આ પણ વાંચો:અમદાવાદ-મહેસાણા હાઈવે પર અકસ્માત, એક કાર ચાલકની બ્રેક વાગી અને પાછળ આવતી 3 કાર અને ટ્રક ધડાકાભેર અથડાયા