Covid-19/ ઘાતક બની શકે છે ‘ઓમિક્રોન’, WHO એ આપી ચેતવણી, કહ્યુ- હજુ આવી શકે છે નવા વેરિઅન્ટ

કોરોનાએ દુનિયાની દશા બદલી નાખી છે અને તાજેતરમાં આવેલા વાયરસનાં નવા વેરિઅન્ટ ઓમિક્રોને સંક્રમણનાં તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે.

Top Stories World
ઓમિક્રોનથી ભયાનક વેરિઅન્ટ

કોરોનાએ દુનિયાની દશા બદલી નાખી છે અને તાજેતરમાં આવેલા વાયરસનાં નવા વેરિઅન્ટ ઓમિક્રોને સંક્રમણનાં તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. ત્યારે WHO નું કહેવું છે કે, ઓમિક્રોન જેટલો ઝડપથી ફેલાશે તેટલો બની શકે છે કે તે ગંભીર બને અને તેના વધુ નવા વેરિઅન્ટ પણ બની શકે છે. છેલ્લા કેટલાક સમયમાં આલ્ફા, ડેલ્ટા, ડેલ્ટાપ્લસ, ઓમિક્રોન સહિતનાં વેરિઅન્ટ આવી ચૂકયા છે અને હજુ પણ આવી શકે છે.

આ પણ વાંચો – સાવધાન! / WHO એ ઓમિક્રોનને લઇને આપી ચેતવણી, વધતા કેસ વધુ ખતરનાક વેરિઅન્ટને આપી શકે છે આમંત્રણ

કોરોનાનાં નવા વેરિઅન્ટ ઓમિક્રોને દુનિયાભરમાં તરખાટ મચાવી દીધો છે. નવા વેરિઅન્ટનું સંક્રમણ દુનિયાભરમાં ખૂબ ઝડપથી ફેલાઇ રહ્યુ છે. હવે WHO એ ચેતવણી જાહેર કરી છે કે, ઓમિક્રોન જેટલો ઝડપથી ફેલાશે એટલા જ ઝડપથી તેના નવા વેરિઅન્ટ આવવાની સંભાવના છે. જે ખતરનાક સાબિત થઇ શકે છે. આ નવા વેરિઅન્ટ જીવલેણ પણ બની શકે છે. જો કે અગાઉ મળી ચૂકેલા કોરોનાનાં વેરિઅન્ટની તુલનામાં ઓમિક્રોન ઓછો ઘાતક છે. તેવામાં મહામારી સમાપ્ત થવાની સાથે જનજીવન ફરી સામાન્ય થાય તેવી પણ આશાઓ છે પણ ચેતવણી એવી છે કે, ઓમિક્રોનનું ઝડપી સંક્રમણ ગંભીર પરિણામો આપી શકે છે. જો કે ઓમિક્રોન હાલનાં સમયે પણ ઘાતક છે અને તેનાથી મોત પણ થઇ શકે છે. મોતનો દર ડેલ્ટાની સરખામણીમાં ઓછો પણ હોઇ શકે છે પણ ભવિષ્યામાં નવો વેરિઅન્ટ આવી શકે છે. જો કે સમગ્ર દુનિયામાં ઓમિક્રોનનાં ખતરાની વચ્ચે IHU નામનાં એક નવા વેરિઅન્ટે દેખા દીધી છે. આ વેરિઅન્ટ નવેમ્બરમાં ફ્રાંસમાંથી મળી આવ્યો છે. જ્યાં તેના સંક્રમિતોની સંખ્યા 12 જેટલી થઇ ગઇ છે. જો કે WHO ફ્રાંસમાંથી મળેલા આ વેરિઅન્ટને મોટો ખતરો નથી માનતું પણ WHO નાં કહેવા પ્રમાણે નવો વેરિઅન્ટ તેના રડાર પર છે. આ વેરિઅન્ટ ગયા વર્ષે દક્ષિણ આફ્રિકામાં મળી આવ્યો હતો. ધ મેડિટેરેની ઇન્ફેક્શન યુનિવર્સીટી હોસ્પિટલ ઇન્સ્ટિટ્યુટનાં સંશોધકોએ વૈજ્ઞાનિક ડિડાયર રાઉન્ટનાં નેતૃત્વમાં IHU ની શોધ કરી છે. મહામારીની શરૂઆતમાં રાઉન્ટે હાઇડ્રોક્સિક્લોરોક્વિનની સાથે સારવારની ભલામણ કરીને એક નવો વિવાદ પેદા કર્યો હતો. રીપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે, નવા વેરિઅન્ટથી સંક્રમિત પહેલો દર્દી વેક્સિનેટેડ હતો. આ વ્યક્તિ તાજેતરમાં આફ્રિકી દેશ કેમરૂનથી ફ્રાંસ આવ્યો હતો.

આ પણ વાંચો – વેક્સિનેશન / ઓસ્ટ્રેલિયાએ વિશ્વનાં નંબર વન ટેનિસ ખેલાડીનાં વિઝા કર્યા રદ, PM એ કહ્યુ- કાયદો બધા માટે સમાન

ડિસેમ્બરનાં અંતમાં medRxiv સર્વર પર પ્રકાશિત એક રિસર્ચ પેપરમાં IHU નાં સંશોધકોએ તેના ખુબ જ અસામાન્ય મ્યુટેશન તરફ ધ્યાન આકર્ષિત કર્યું હતું. આ પીયર-રિવ્યુ આર્ટિકલમાં તેમણે લખ્યુ છે કે, ‘IHU વેરિઅન્ટનાં માત્ર 12 કેસોનાં આધાર પર તેના વાયરોલોજીકલ, એપિડેમાયોલોજીકલ અને ક્લિનિકલ ફીચર વિશે અત્યારથી અંદાજો લગાવવો તે ઉતાવળ ભર્યુ હશે. પેપરમાં આપવામાં આવેલી જાણકારી પ્રમાણે સંક્રમણનો રીપોર્ટ આવવાના એક દિવસ પહેલા દર્દૃીઓને શ્વાસ સાથે જોડાયેલા સામાન્ય લક્ષણોની ફરિયાદ કરી હતી. જો કે એ વાતની પણ કોઇ ચોક્કસ માહિતી નથી કે, આ નવો વેરિઅન્ટ ફ્રાંસની સીમા બહાર ફેલાઇ ચૂક્યો છે. જો કે આ વેરિઅન્ટ પહેલા જ યુકેની સીમામાં દાખલ થઇ ચૂકયો છે.