UAEમાં રમાઈ રહેલા T20 વર્લ્ડકપની સુપર 12 મેચ પૂરી થયા બાદ હવે રોમાંચક વળાંક આવ્યો છે. ચાર સેમીફાઇનલ ટીમોનાં નામ સાથે, ટૂર્નામેન્ટ ધીમે ધીમે સમાપ્ત થઈ રહી છે. આ ટૂર્નામેન્ટ દરમિયાન, કોવિડ-19ને કારણે, દુબઈ, અબુ ધાબી અને શારજાહ સ્ટેડિયમમાં મર્યાદિત સંખ્યામાં દર્શકોને મેચ જોવા માટે મેદાનમાં જવાની મંજૂરી આપવામાં આવી હતી. પરંતુ હવે સમાચાર આવ્યા છે કે, આ સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો – Cricket / IPL માં કરેલા સારા પ્રદર્શનનો મળ્યો આ ખેલાડીને લાભ, ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ કરશે ડેબ્યૂ
જો કે આ દરમિયાન એક રિપોર્ટ આવ્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે, 14 નવેમ્બરે રમાનારી ફાઈનલ મેચ દરમિયાન દર્શકો 100 ટકા ક્ષમતા સાથે દુબઈનાં મેદાન પર હાજર રહેશે. T20 વર્લ્ડકપની ફાઈનલ માટે દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં તમામ 25,000 સીટો દર્શકો માટે ઉપલબ્ધ હશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) અને અમીરાત ક્રિકેટ બોર્ડ (ECB)ને આ માટે પરવાનગી મળી ગઈ છે. BCCI ની નજીકનાં એક સૂત્ર દ્વારા ટાંકવામાં આવ્યું છે, “BCCI અને ECB એ ફાઈનલ મેચ માટે 100% હાજરી આપવા માટે UAE સત્તાધિકારીઓ પાસેથી પરવાનગી માંગી હતી. બોર્ડને આ પરવાનગી મળી ગઈ છે. પરંતુ આ માટે આપણે કોરોના પ્રોટોકોલનાં તમામ નિયમોનું પાલન કરવું પડશે. BCCI નાં સૂત્રએ વધુમાં કહ્યું કે, “ICC એ કોરોના પ્રોટોકોલનું પાલન થાય તે સુનિશ્ચિત કરવા માટે ખૂબ જ સારું કામ કર્યું. અમે સાથે મળીને આ કામ આગળ પણ ચાલુ રાખીશું જેથી કરીને T20 વર્લ્ડકપ 2021 સારી રીતે સમાપ્ત થઈ શકે.

આ પણ વાંચો – POST / રવિ શાસ્ત્રીની વિદાય પર વસીમ અકરમે લખી ઈમોશનલ પોસ્ટ, કહ્યું- મારું દિલ મારા મિત્ર શાસ્ત્રીની સાથે
ટૂર્નામેન્ટની શરૂઆત પહેલા ભારતને ટાઇટલ જીતવા માટે પ્રબળ દાવેદાર માનવામાં આવતું હતું. પરંતુ ટીમ અપેક્ષા મુજબનું પ્રદર્શન કરી શકી નહીં અને સુપર 12માં જ ટૂર્નામેન્ટમાંથી બહાર ફેંકાઈ ગઈ. કોહલી એન્ડ કંપની પોતાની પ્રથમ બે મેચ પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ સામે હારી ગઈ હતી, ત્યારપછી તેમના માટે આગળનો રસ્તો ઘણો મુશ્કેલ બની ગયો હતો. જો કે ભારતીય ટીમ અફઘાનિસ્તાન, સ્કોટલેન્ડ અને નામીબિયા સામે મોટી જીત નોંધાવવામાં સફળ રહી, પરંતુ તેઓ સેમિફાઇનલમાં જગ્યા બનાવી શક્યા નહીં.
