દેશ સહિત દુનિયાભરમાં ચાલી રહેલી કોરોનાની મહામારી સામે સફળ થઇ ચૂકેલી વેક્સીન અમેરિકા અને યુ.કે જેવા દેશોમાં વપરાઈ રહી છે. ભારતમાં પણ દેશી કોરોના વેક્સીનના સારા પરિણામો સામે આવ્યા બાદ તેના ડોઝ લોકોને આપવામાં આવે તેવી ચર્ચા છે. જે માટે ગુજરાત સહિતના ઘણા રાજ્યોમાં સર્વેની કામગીરી પણ હાથ ધરવામાં આવી ચૂકી છે. રાજ્યમાં કોરોનાની વેક્સીન માટે પોલીસ દ્વારા સરકારને 94000 જેટલા પોલીસકર્મીઓ, અધિકારીઓ અને 50,000 જેટલા હોમ ગાર્ડ અને જવાનોનું લિસ્ટ મોકલાયું છે.

scam / હૈદરાબાદની કંપનીએ ફેરવ્યું નીરવ મોદી કરતાં મોટું ફુલેકુ, બેન…
એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે, તેમને ફ્રન્ટ લાઈન વોરિયર્સ તરીકે બીજા તબક્કામાં કોવિડ-19ની વેક્સીન આપવામાં આવી શકે છે, જ્યારે ડોક્ટર્સ અને હેલ્થકેર વર્કર્સને સૌથી પહેલા. અધિકારી કહે છે, રસીકરણનો બીજો તબક્કો જાન્યુઆરી 2021 બાદ શરૂ થઈ શકે છે.સરકારી સુત્રોના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં 45 જવાનોએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યો છે, જ્યારે કેટલાય વાયરસથી સંક્રમિત થઈ ચૂક્યા છે. તેમાંથી મોટાભાગના રિકવર થઈ ચૂક્યા છે અને ડ્યુટી પર પાછા આવી ચૂક્યા છે. જોકે વાઈરસના શરૂઆતના દિવસોમાં લોકડાઉન દરમિયાન 55 વર્ષથી મોટી ઉંમરના પોલીસ અધિકારીઓ, હોમગાર્ડ અને જવાનોને બંદોબસ્તની ડ્યુટી પરથી દૂર કરાયા હતા અને પોલીસ સ્ટેશનમાં ડ્યુટી આપવામાં આવી હતી.

reduce / AMCની આવકમાં નોધાયો કરોડો રૂપિયાનો ઘટાડો…
એક અંદાજ પ્રમાણે અત્યાર સુધીમાં 1423 પોલીસકર્મીઓ અને અધિકારીઓ કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે, જેમાંથી 14ના મોત થયા છે અને 1061થી વધારે રિકવર થઈ ગયા છે. ગુજરાત પોલીસ અધિકારીએ કહ્યું કે, 350 કેસ હજુ પણ એક્ટિવ છે અને દર્દીઓ હોસ્પિટલ અથવા હોમ ક્વોરન્ટાઈનમાં ટ્રિટમેન્ટ લઈ રહ્યા છે.ગુજરાત પોલીસ અધિકારી સૂત્રોના જણાવ્યા પ્રમાણે તહેવારોની સીઝન ઝડપથી નજીક આવી રહી છે અને કોવિડ-19ની ગાઈલડાઈન્સ તથા નાઈટકર્ફ્યૂનું પાલન કરાવવા વધારે પોલીસકર્મીઓની રસ્તા પર ફરજ બજાવતા હોય છે. એવામાં તેમને બીજા ફેઝમાં રસીકરણની જરૂર છે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા માર્ચ 2020માં સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કરાયું હતું. બાદમાં તબક્કાવાર પ્રતિબંધોને દૂર કરવામાં આવ્યા હતા. પોલીસ અધિકારી સૂત્રોએ જણાવ્યું છે કે હાલ ઘણા બધા જવાનો ગુજરાતમાં માત્ર ચાર મુખ્ય શહેરો અમદાવાદ, વડોદરા, રાજકોટ તથા સુરત રાતના 9થી સવારના 6 સુધીના નાઈટ કર્ફ્યૂમાં રોકાયેલા છે.
જામનગર / કસ્ટમ વિભાગમાંથી અધધ કહી શકાય તેવા એક કરોડના સોનાની ચોરી…
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
