સાબરકાંઠા/ પરબડા પાસે દીવાલ ધરાશાયી, એકનું વ્યક્તિનું મોત, 2 ઘાયલ

સાબરકાંઠા જીલ્લામાં એક દીવાલ પડવાની ઘટના સામે આવી છે, જે એક પરિવાર માટે દુઃખદાયી સાબિત થઇ છે. મળતી માહિતી મુજબ, સાબરકાંઠા જીલ્લાના પરબડા પાસે આ દિવાલ પડવાની ઘટના બની છે.

Gujarat Others

સાબરકાંઠા જીલ્લામાં એક દીવાલ પડવાની ઘટના સામે આવી છે, જે એક પરિવાર માટે દુઃખદાયી સાબિત થઇ છે. મળતી માહિતી મુજબ, સાબરકાંઠા જીલ્લાના પરબડા પાસે આ દિવાલ પડવાની ઘટના બની છે. આ ઘટનામાં એક વ્યક્તિનું કરુણ મોત થયું છે, જયારે અન્ય બેને ઈજા થવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. જેને લઈને પરિવારમાં શોકનો માહોલ વ્યાપી ગયો છે.

આ પણ વાંચો :અમરેલી સહિતના આ જિલ્લાઓમાં 11 દિવસ બાદ પણ વીજળી ગુલ, લોકો પારાવાર મુશ્કેલીમાં

આ દીવાલ પડવાની ઘટના માટે હિંમતનગરની આસપાસ ગઈરાત્રે પડેલો વરસાદ પણ કારણભૂત માનવામાં આવી રહ્યો છે. બીજી બાજુ  આ વરસાદના કારણે ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં લગાવેલી સોલાર પ્લેટો પણ ઉડી ગઈ હતી અને હિંમતનગર-મહેસાણા રોડ પર પ્લેટો ઉડી હતી, જેથી તેને નુકસાન પહોંચ્યું છે.

આ પણ વાંચો : મહેસાણામાં છોકરાની પ્રાપ્તિ માટે સાસરિયાઓએ પુત્રવધુ પર ગુજાર્યો ત્રાસ, અંતે કંટાળી પરિણીતાએ કર્યો આપઘાત

આ પણ વાંચો :બોગસ બિલીંગ કૌભાંડ અને 12.31 લાખનાં વિશ્વાસઘાતમાં સંડોવાયેલા આરોપીને પોલીસે દબોચ્યો

આ પણ વાંચો :સુશાંત સિંહ રાજપૂત કેસમાં NCBની મોટી કાર્યવાહી, એજન્સીએ સિદ્ધાર્થ પીઠાનીની કરી ધરપકડ