Rajkot News: રાજકોટ (Rajkot) એરપોર્ટ ઓથોરિટી (Airport Authority)એ આજથી ફ્લાઈટને ઉડાનની મંજૂરી આપી દીધી છે. એર ઈન્ડિયા (Air India) અને ઈન્ડિગો (IndiGo) એરલાઈન્સ દ્વારા બુકિંગ પ્રક્રિયા શરૂ કરાયા બાદ મુસાફરો ફ્લાઈટ (Flight)માં બેસી શકશે. અગાઉ ગુજરાતનાં 7 એરપોર્ટને નોટિસ ટુ એર જારી કરવામાં આવી હતી. ફ્લાઈટ શરૂ થતાં મુસાફરોને મોટી રાહત મળી છે.
એરપોર્ટ અગાઉ 2 દિવસ બાદ શરૂ થવાનું હતું, પરંતુ ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિ નિયંત્રણમાં આવતા પેસેન્જર ફ્લાઈટ શરૂ કરવામાં આવી છે. 14 મે સુધી કંડલા, ભુજ, કેશોદ, જામનગર, નલિયા, મુંદ્રા, હીરાસર, પોરબંદર એરપોર્ટ યુદ્ધ જેવી પરિસ્થિતિ સર્જાવાનાં કારણે એરપોર્ટ બંધ રાખવામાં આવ્યા હતા.
ભારત સરકાર દ્વારા કુલ 24 એરપોર્ટ પર એરમેનને નોટિસ જારી કરવામાં આવી હતી. જેમાં ગુજરાતમાં જામનગર, રાજકોટ (હિરાસર), પોરબંદર, કેશોદ, કંડલા, ભુજ અને મુન્દ્રા (અદાણી) એરપોર્ટનો સમાવેશ થાય છે. આ એરપોર્ટ સામાન્ય લોકો માટે બંધ કરી દેવામાં આવ્યા છે. એરમેનને નોટિસ આપવાથી ફ્લાઇટની કામગીરી પર અસ્થાયી રૂપે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. તેનો ઉદ્દેશ્ય હવાઈ સુરક્ષા જાળવવાનો અને સશસ્ત્ર દળો માટે ઓપરેશનલ તૈયારી સુનિશ્ચિત કરવાનો છે.
હવાઈ હુમલા દરમિયાન, દુશ્મનના રોકેટ આપણી તરફ આવે છે અને આપણી સંરક્ષણ પ્રણાલીના રોકેટ તે રોકેટોને તોડી પાડવા જાય છે. આ સ્થિતિમાં, જ્યારે પેસેન્જર પ્લેન હવામાં હોય છે, ત્યારે કોઈપણ રોકેટ તેના પર અથડાવી શકે છે અને મુસાફરોના જીવ જોખમમાં મુકાય છે. આ કારણોસર, હવાઈ હુમલાની સ્થિતિમાં, આસપાસના રૂટ પરના તમામ એરપોર્ટ બંધ કરી દેવામાં આવે છે. જોકે, એરપોર્ટ્સને એરમેનને નોટિસ જારી કરવામાં આવી છે. ત્યાં કોઈ હુમલો થયો નથી, પરંતુ સાવચેતી રૂપે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
આ પણ વાંચો:પાક. પર એર સ્ટ્રાઈકના લીધે રાજકોટ, જામનગર, ભૂજ જતી ફ્લાઈટ્સ રદ
આ પણ વાંચો:પાકિસ્તાન સાથે તણાવ વચ્ચે કેન્દ્ર સરકારનો નિર્ણય, દેશના 28 એરપોર્ટ 15 મે સુધી બંધ રહેશે
આ પણ વાંચો:ગુજરાતના 7 એરપોર્ટ પર NOTAM જારી, કોઈ ફ્લાઇટ ઉડશે નહીં, સુરક્ષા કારણોસર લેવાયો નિર્ણય
