રાજકોટમાં રાજ્ય સરકારની ગાઇડલાઇન પ્રમાણે મમતા દિવસ નિમિત્તે રસીકરણ બંધ રાખવામાં આવ્યું હતું. ત્યારે આવતીકાલે ફરીથી રસીકરણ કામગીરી શરૂ થઈ રહી છે. આ માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.જેની રાજકોટના નાગરિકોને નોંધ લઈ તે પ્રમાણે રસીકરણ માટે મ્યુનિસિપલ કમિશનર અમીત અરોરા દ્વારા અપીલ કરવામાં આવી છે.આ ઉપરાંત રાજ્ય સરકારની ગાઈડ લાઈન પ્રમાણે તારીખ 8 અને તારીખ 9ના રોજ રાજકોટ શહેરમાં નિયમિત રીતે થતા રસીકરણની કામગીરી બંધ રાખવામાં આવશે.
રાજકોટ શહેરમાં ચાલી રહેલ કોરોના વેકસીનેશનની કામગીરી અનુસંધાને આવતીકાલ તા. ૦૮/૦૭/૨૦૨૧ ના રોજ શહેરમાં ૦૬ સેસન સાઈટ ખાતે માત્ર કોવેક્સીન રસીનો બીજો ડોઝ આપવામાં આવશે, તેમજ ફોરેન જતા નાગરિકોને કોરોના રસી લેવા માટે રામનાથપરા આરોગ્ય કેન્દ્ર સેસન સાઈટ ખાતે વ્યવસ્થા કરવામાં આવી છે.
શહેરમાં જે ૦૬ સેસન સાઈટ પર માત્ર કોવેક્સીન રસીનો બીજો ડોઝ આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે તેમાં
(૧) શાળા નં. ૪૯/બી – ૧ (બાબરીયા કોલોની)
(૨) શાળા નં. ૪૯/બી – ૨ (બાબરીયા કોલોની)
(૩) શાળા નં. ૪૭ -૧ (લક્ષ્મીનગર)
(૪) શાળા નં. ૪૭ -૨ (લક્ષ્મીનગર)
(૫) મલ્ટી એક્ટિવિટી સેન્ટર -૧ (નાનામવા સર્કલ) અને
(૬) મલ્ટી એક્ટિવિટી સેન્ટર -૨ (નાનામવા સર્કલ)
ખાતે વ્યવસ્થા કરવામાં આવી છે.

