પાકિસ્તાનમાં મહિલાઓની સલામતી એ મહત્વનો મુદ્દો છે. ઘરથી માંડી સાર્વજનિક સ્થળોએ તેમને સુરક્ષા પૂરી પાડવાને બદલે, એક નેતાએ એક વિશિષ્ટ બિલનો પ્રસ્તાવ મૂક્યો છે, જે અનુંસાર હવે 18 વર્ષ પૂરા થતાં બધાના લગ્નને ફરજિયાત કરવા કહેવામાં આવ્યું છે. સિંધ પ્રાંતમાં પ્રસ્તુત આ પ્રસ્તાવમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે આવું ન કરવા બદલ યુવતીના પરિવારને કાયદાનું ઉલ્લંઘન કરવા બદલ દંડ કરવો જોઇએ.
મુતાહિદા મજલિસ-એ-અમલ (એમએમએ) સૈયદ અબ્દુલ રશીદે 26 મેના રોજ સિંધ વિધાનસભા સચિવાલયમાં ‘સિંધ ફરજિયાત લગ્ન અધિનિયમ 2021’ રજૂ કર્યો. ‘ડોન’ના અહેવાલ મુજબ, મુસદ્દામાં જણાવાયું છે કે જો માતા-પિતાએ 18 વર્ષ પૂરા કર્યા પછી પુત્રીઓના લગ્ન ન કર્યા હોય, તો તેઓએ લગ્નમાં વિલંબ માટે વાજબી કારણોની જિલ્લા નાયબ કમિશનરને ખાતરી આપવી જ જોઇએ. જો તેમ ન કરવામાં આવે તો માતા-પિતાને 500 રૂપિયા દંડ ફટકારવામાં આવશે.
પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું છે કે “સામાજિક દુષ્ટતા, બાળકો પર બળાત્કાર, અનૈતિક પ્રવૃત્તિઓ અને ગુનાઓ દેશમાં વધી રહ્યા છે.” આ બધાને અંકુશમાં રાખવા માટે, મુહમ્મદ પયગંબરની શરિયા અને ઇસ્લામિક ઉપદેશો અનુસાર, મુસ્લિમ પુરુષો અને સ્ત્રીઓને 18 વર્ષની વયે લગ્ન કરવાનો અધિકાર આપવામાં આવે છે, અને આ લગ્નની જવાબદારી તેમના માતાપિતા ની છે.
۱۸ سال کی عمر کے بعد شادی نا کرنے پر والدین جواب دے ہونگے قانون سازی کے لئے سندھ اسمبلی میں بل جمع کروادیا
سید عبدالرشید
ممبر صوبائی اسمبلی سندھ pic.twitter.com/WpRlRnVShl— Syed Abdul Rasheed (@SyedARasheedJIP) May 25, 2021
એમએમએ સભ્યએ કહ્યું કે, “હું માનું છું કે 18 વર્ષની ઉંમરે, જો કોઈ કારણસ્ર્લગ્ન નથી શકતા તો માતાપિતાએ એફિડેવિટ આપીને કહેવું જોઈએ કે તેઓ ક્યારે લગ્ન કરાવશે. “
રશિદે કહ્યું કે બેરોજગારી અને લગ્નમાં મોટા ખર્ચ જેવા અવરોધો “ઇસ્લામિક શિક્ષણથી દૂર રહેવાનું પરિણામ” છે. એમએમએના સભ્યએ સરકારને લગ્નની પ્રક્રિયાને સરળ બનાવવા માટેની ટીપ્સ પણ આપી હતી અને કહ્યું હતું કે દહેજ પર પ્રતિબંધ મૂકવાની સાથે લગ્ન સાથે સંબંધિત એસઓપીને વધુ સરળ બનાવવી જોઈએ.
