નાણા પ્રધાન નિર્મલા સીતારમણે મંગળવારે સંસદમાં જણાવ્યું હતું કે ગયા વર્ષે ડિસેમ્બર સુધીમાં, દેશમાં વિવિધ બેંકો (SCBs) માં નિષ્ક્રિય ખાતાઓની સંખ્યા 8,13,34,849 હતી. આવા ખાતાઓમાં કુલ 24,356 કરોડ રૂપિયા જમા થયા હતા. નાણામંત્રીએ રાજ્યસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં આ માહિતી આપી હતી.
સીતારમણે કહ્યું કે બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949માં એવી જોગવાઈ કરવામાં આવી છે કે દરેક બેંકિંગ કંપની, દરેક કેલેન્ડર વર્ષના અંતે 30 દિવસની અંદર, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ને એવા ખાતાઓ વિશે જાણ કરશે જે છેલ્લા 10 વર્ષથી ઓપરેટ થયા નથી.
RBI તરફથી મળેલી માહિતી અનુસાર, 31 ડિસેમ્બર, 2020 ના રોજ અનુસૂચિત વાણિજ્યિક બેંકો (SCBs) માં આવા ખાતાઓની કુલ સંખ્યા 8,13,34,849 હતી. આવા ખાતાઓમાં કુલ થાપણો રૂ. 24,356 કરોડ હતી. તેવી જ રીતે, 31 ડિસેમ્બર, 2020 ના રોજ, શહેરી સહકારી બેંકોમાં 10 વર્ષથી વધુ સમયથી બિન-ઓપરેટેડ ખાતાઓની સંખ્યા 77,03,819 હતી અને તે ખાતાઓમાં જમા થયેલી રકમ 2,341 કરોડ રૂપિયા હતી, એમ નાણાં પ્રધાને જણાવ્યું હતું. તેમણે કહ્યું કે ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (IRDAI) પાસેથી મળેલી માહિતી અનુસાર, 31 માર્ચ, 2021 સુધીમાં, જીવન વીમા કંપનીઓમાં 22,043.26 કરોડ રૂપિયાની થાપણો હતી, જેનો કોઈએ દાવો કર્યો નથી.
મુંબઈ સેન્ટ્રલ રેલવે ટર્મિનસનું નામ બદલીને ‘નાના શંકર શેટ ટર્મિનસ’ કરવાનો પ્રસ્તાવ
મહારાષ્ટ્ર સરકારે પશ્ચિમ રેલવે હેઠળના મુંબઈ સેન્ટ્રલ રેલવે ટર્મિનસનું નામ નાના શંકર શેટ ટર્મિનસ રાખવા કેન્દ્ર સરકારને પ્રસ્તાવ મોકલ્યો છે. આ માહિતી ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે લોકસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં આપી હતી. રાયે માહિતી આપી હતી કે 21 ઓક્ટોબર 2021ના રોજ મુંબઈ સેન્ટ્રલ રેલ્વે ટર્મિનસનું નામ બદલીને નાના શંકર શેટ ટર્મિનસ રાખવાની મહારાષ્ટ્ર સરકારની ભલામણ સાથે ગૃહ મંત્રાલય દ્વારા પ્રસ્તાવ પ્રાપ્ત થયો છે. આવી બાબતોમાં નિર્ણયો વિવિધ સરકારી એજન્સીઓની ભલામણો અને અન્ય સંબંધિત પરિબળોને ધ્યાનમાં લીધા પછી લેવામાં આવે છે.
National / PM મોદી 16 ડિસેમ્બરે દેશના ખેડૂતોની રાષ્ટ્રીય સમિટમાં લેશે ભાગ
ભરૂચ / હાંસોટમાં સરપંચની દાદાગીરી, નર્મદાની પરિક્રમાવાસીને મારી સોટી
ભારતીય નાગરિકતા / છેલ્લા સાત વર્ષમાં આટલા નાગરિકોએ ભારતની નાગરિકતા છોડી..
