Not Set/ કોલકાતામાં બોલ્યા મોદી- દીદીએ બંગાળના સપનાને ચૂર-ચૂર કરી નાંખ્યા, લોકોનો ભરોસો તોડ્યો

કોલકાતાના બ્રિગેડ મેદાનમાં પીએમ મોદી જનસભાને સંબોધિત કરી રહ્યા છે. તેમણે ભારત માતાની જયના નારા સાથે સંબોધનની શરુઆત કરી. પીએમ મોદીએ કહ્યું કે બંગાળથી નીકળેલા મહાન વ્યક્તિઓએ એક ભારત, શ્રેષ્ઠ ભારતની ભાવનાને સશક્ત કરી છે. બંગાળની આ ધરતીએ એક વિધાન, એક નિશાન, એક પ્રધાન માટે બલિદાન આપનારા સપૂત આપણને આપ્યા. આવી પવિત્ર ધરતીને હું નમન […]

Top Stories India

કોલકાતાના બ્રિગેડ મેદાનમાં પીએમ મોદી જનસભાને સંબોધિત કરી રહ્યા છે. તેમણે ભારત માતાની જયના નારા સાથે સંબોધનની શરુઆત કરી. પીએમ મોદીએ કહ્યું કે બંગાળથી નીકળેલા મહાન વ્યક્તિઓએ એક ભારત, શ્રેષ્ઠ ભારતની ભાવનાને સશક્ત કરી છે. બંગાળની આ ધરતીએ એક વિધાન, એક નિશાન, એક પ્રધાન માટે બલિદાન આપનારા સપૂત આપણને આપ્યા. આવી પવિત્ર ધરતીને હું નમન કરું છું. પીએમે કહ્યું કે બંગાળની આ ધરતીએ આપણા સંસ્કારોને ઊર્જા આપી છે. બંગાળની આ ધરતીએ ભારતના આઝાદીના આંદોલનમાં નવા પ્રાણ ફૂંક્યા હતા. બંગાળની આ ધરતીએ જ્ઞાન-વિજ્ઞાનમાં ભારતનું ગૌરવ વધાર્યું છે. મમતા દીદીએ બંગાળ સાથે વિશ્વાસઘાત કર્યો છે.

વડાપ્રધાને વધુમાં કહ્યું કે બંગાળે પરિવર્તન માટે મમદા દીદી પર ભરોસો કર્યો હતો, પરંતુ તેમણે અને તેમના કેડરે આ ભરોસાને તોડી નાંખ્યો. આ લોકોએ બંગાળનો ભરોસો પણ તોડી નાંખ્યો. આમણે બંગાળને અપમાનિત કર્યું. બ્રિગેડ ગ્રાઉન્ડ પર ઉમટેલા જનસૈલાબ પર પીએમએ કહ્યું કે તમારા લોકોનો હુંકાર સાંભળીને કોઇને પણ શંકા નથી રહી. કેટલાક લોકોને લાગતું હશે કે આજે કદાચ 2 મે આવી ગઇ છે.

મોદીએ કહ્યું કે હું બ્રિગેડ ગ્રાઉન્ડથી તમને આશોલ પોરિબોરતોનનો વિશ્વાસ આપવા આવ્યો છું. વિશ્વાસ, બંગાળના વિકાસનો. વિશ્વાસ બંગાળમાં સ્થિતિઓને બદલવાનો. વિશ્વાસ બંગાળમાં રોકાણ કરવાનો. વિશ્વાસ બંગાળના પુનર્નિર્માણનો. વિશ્વાસ સંસ્કૃતિની રક્ષાનો. મોદીએ કહ્યું કે હું વિશ્વાસ આપાવવા આવ્યો છું કે તમારા માટે, અહીંના યુવાનો, ખેડૂતો, બહેન-બેટીઓ માટે અમે 24 કલાક દિવસ-રાત મહેનત કરવા તૈયાર છીએ.