America/ ભારતીયોમાં આજે પણ વડા પ્રધાન મોદી વધુ લોકપ્રિય, ભાજપ પર વિશ્વાસ અડીખમ

અમેરિકન ભારતીયોમાં આજે પણ વડા પ્રધાન મોદી વધુ લોકપ્રિય, ભાજપ પર વિશ્વાસ અડીખમ

India

વડા પ્રધાન નરેન્દ્ર મોદી હજુ પણ અમેરિકામાં રહેતા ભારતીયોમાં સૌથી વધુ લોકપ્રિય છે. અમેરિકામાં કાર્નેગી સેન્ટર ફોર એન્ડોવમેન્ટ ઓફ પીસ ઇન અમેરિકા દ્વારા કરવામાં આવેલા એક સર્વેમાં જાણવા મળ્યું છે કે મોદી અહીંના અડધાથી વધુ લોકોની પસંદગી છે. મોદી અને ભાજપ પર ભારતીયોનો વિશ્વાસ હજી અકબંધ છે. જોકે ભારતમાં લોકશાહીની વર્તમાન સ્થિતિ અંગેના તેમના મંતવ્ય વિભાજિત છે.

ગત વર્ષે 1 સપ્ટેમ્બરથી 20 સપ્ટેમ્બર દરમિયાન કરવામાં આવેલા આ ઓનલાઇન સર્વેમાં 1,200 લોકોએ ભાગ લીધો હતો. જ્યારે સર્વેમાં રહેલા લોકોને પૂછવામાં આવ્યું કે શું ભારત સાચા માર્ગ પર છે કે નહીં, તો 36 ટકા લોકો સંમત થયા હતા, જ્યારે 39 ટકા લોકોએ ના પાડ્યું હતું.

Maharastra / મહારાષ્ટ્ર સરકાર અને રાજ્યપાલ વચ્ચે તણાવ: કોશ્યારીને સરકારી વિમાનમાં બેઠા પછી ઉતારી દેવામાં આવ્યા…

25 ટકા લોકોએ આ અંગે કોઈ અભિપ્રાય આપ્યો ન હતો. સર્વેમાં ભારતીય અમેરિકનોમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપની લોકપ્રિયતા દર્શાવવામાં આવી છે. સર્વેક્ષણમાં 35 ટકા લોકોએ વડા પ્રધાન મોદીના કામને ખૂબ સારા ગણાવ્યા હતા અને 13 ટકા લોકોએ તેને સારું ગણાવ્યું હતું, જ્યારે ૨૨ ટકા લોકોએ ખૂબ નબળા હોવાનું જણાવી પોતાનો અભિપ્રાય આપ્યો હતો.

આ સર્વેમાં 32 ટકા લોકોએ ભાજપને ટેકો આપ્યો હતો જ્યારે માત્ર 12 ટકા લોકોએ કોંગ્રેસને ટેકો આપ્યો હતો. આશ્ચર્યજનક રીતે, 40 ટકા લોકોએ કહ્યું કે તેઓ ભારતના કોઈ રાજકીય પક્ષને જાણતા નથી.

હિન્દુઓનો વધુ સમર્થન

અમેરિકામાં કાર્નેગી સેન્ટર ફોર એન્ડોવમેન્ટ ઓફ પીસનો સર્વેક્ષણ જ્હોન હોપકિન્સ, યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયા અને યોર્ગોવના સહયોગથી કરવામાં આવ્યું છે. આ સર્વેમાં 18 ટકા ભારતીયોએ ભારતમાં સરકારી ભ્રષ્ટાચાર અંગે ચિંતા વ્યક્ત કરી હતી.

સર્વેક્ષણમાં દસમાંથી સાત હિંદુઓએ મોદીને ટેકો આપ્યો હતો જ્યારે પાંચ મુસ્લિમોમાંથી એકે તેમને ટેકો આપ્યો હતો. જો કે, ભારતીય ખ્રિસ્તીઓના મંતવ્ય વિભાજિત જ રહ્યા.

અમેરિકન મુદ્દાઓ પર ઉદારમતવાદી અભિપ્રાય

સર્વેક્ષણ કરનારા લોકો યુ.એસ. સાથે સંબંધિત મુદ્દાઓ પર ઉદાર મંતવ્ય ધરાવે છે, જ્યારે ભારતને લગતા મુદ્દાઓ પર તેમના મંતવ્યો વધુ રૂઢીચુસ્ત છે. અમેરિકામાં પ્રભાવશાળી ભારતીય સમુદાયના રાજકીય દૃષ્ટિકોણને ધ્યાનમાં રાખીને આ સર્વે કરવામાં આવ્યો હતો. તે જ સમયે, 15 ટકાએ ધીમી આર્થિક વૃદ્ધિ અને 10 ટકા લોકોએ ચિંતાનું કારણ તરીકે ધાર્મિકતાને ટાંક્યું.

Campaign / 6 મહાનગરપાલિકાના ભાજપના ઉમેદવારો સંકલ્પ લઇ કરશે પ્રચારના શ્રી ગણેશ

Election / ભાજપ દ્વારા પાટણ જીલ્લાની જીલ્લા પંચાયત, નપા, અને તા.પંચાયતના ઉમેદવારોની યાદી કરાઈ જાહેર

America / ડોનાલ્ડ ટ્રમ્પ ક્યારેય ટ્વિટર નહિ વાપરી શકે, સોશિયલ મીડિયા કંપનીએ આપ્યું આવું કારણ…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…