Political/ સેક્સ સીડી પ્રકરણથી કર્ણાટકમાં રાજકીય ભૂકંપ, મંત્રી રમેશ કિહોલીનું સ્વૈચ્છિક રાજીનામું

કર્ણાટકમાં રાજ્ય વિધાનસભાના ગુરૂવારથી શરૂ થઈ રહેલા બજેટ સત્ર પહેલા મંત્રી વિરુદ્ધ  સેક્સ સીડીના આરોપ લાગવાથી બીએસ યેદિયુરપ્પાના નેતૃત્વ વાળી ભાજપ સરકાર માટે શરમનું કારણ બન્યું છે. રાજ્યમાં વિપક્ષી કોંગ્રેસ અને જેડીએસ

Top Stories

કર્ણાટકમાં રાજ્ય વિધાનસભાના ગુરૂવારથી શરૂ થઈ રહેલા બજેટ સત્ર પહેલા મંત્રી વિરુદ્ધ  સેક્સ સીડીના આરોપ લાગવાથી બીએસ યેદિયુરપ્પાના નેતૃત્વ વાળી ભાજપ સરકાર માટે શરમનું કારણ બન્યું છે. રાજ્યમાં વિપક્ષી કોંગ્રેસ અને જેડીએસ પણ મંત્રીના તત્કાલ રાજીનામાની માંગ કરી રહી હતી. ત્યારે તેની વચ્ચેસેક્સ સીડીના આરોપોમાં ઘેરાયેલા કર્ણાટકના મંત્રી રમેશ જારકીહોલી એ રાજ્યના મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાને પોતાનું રાજીનામુ સોંપી દીધુ છે.

Politics / જી-૨૩ નેતાઓએ કોંગ્રેસને અરિસો બતાવ્યો

Reinstating Ramesh Jarkiholi likely to fuel dissent within Congress

આ અંગે પ્રાપ્ત માહિતી પ્રમાણે હકીકતમાં એક સીડી સામે આવી હતી, જેમાં કથિત રીતે ભાજપ સરકારના જલ સંશાધન મંત્રી રમેશ જારકીહોલી કોઈ અજાણી મહિલા સાથે જોવા મળી રહ્યાં છે. કન્નડ સમાચાર ચેનલોએ આ ક્લિપનું પ્રસારણ કર્યુ હતુ. મુખ્યમંત્રી યેદિયુરપ્પાને આપેલા પોતાના રાજીનામામાં રમેશ જારકીહોલીએ કહ્યુ કે, તેઓએ નૈતિક આધારે રાજીનામુ આપી રહ્યાં છે અને આ ઘટનાની તપાસ થવી જોઈએ. તેમણે કહ્યું, મારા વિરુદ્ધ આરોપ સત્યથી દૂર છે. નિષ્પક્ષ તપાસ થવી જોઈએ, હું નૈતિક આધારે રાજીનામુ આપી રહ્યો છું.

Case file / ઓરિયો બિસ્કીટ એ પારલે બિસ્કીટ વિરુદ્ધ આ કારણથી કોર્ટમાં દાખલ કર્યો કેસ, 12 એપ્રિલે દિલ્હીમાં સુનાવણી

Ramesh Jarkiholi emerges front-runner as DyCM | coastaldigest.com - The  Trusted News Portal of India

રમેશ જારકીહોલીના રાજીનામાનો મુખ્યમંત્રીએ સ્વીકાર કરી લીધો છે અને તેને મંજૂરી માટે રાજ્યપાલને મોકલી આપ્યું છે. તો કર્ણાટકના મંત્રી જગદીશ શેટ્ટારે કહ્યુ, ‘તેમણે (રમેશ જારકીહોલી) એ રાજીનામુ આપી દીધુ છે. કોઈએ નિવેદન કે ફરિયાદ આપી નથી. અમારે નિર્ણય લેવાના હોય છે.’સૂત્રો પ્રમાણે જારકિહોલીએ પાર્ટીના મોવળીમંડળના નિર્દેશ બાદ રાજીનામુ આપ્યું છે. ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ અને કર્ણાટકના પ્રભારી અરૂણ સિંહે બીજા રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી અને રાજ્યમાં પંચાયત ચૂંટણીને ધ્યાનમાં રાખી પ્રદેશ નેતૃત્વને પાર્ટીના નિર્ણયની જાણકારી આપી હતી.

રાજકારણ / ઇમરજન્સી અંગે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું નિવેદન હાસ્યજનક : પ્રકાશ જાવડેકર

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…