@પ્રફુલ ત્રિવેદી (એસો.એડિટર) : અમદાવાદમાં ભારે વરસાદ બાદ હવે ગંભીર રોગચાળાનો ભય પેદા થયો છે. હજુય ઠેરઠેર ભરાય રહેલા પાણી, કાદવ, કિચડ સતત વાદળછાયા વાતાવરણનાં કારણે લગભગ તમામ વિસ્તારોમાં મચ્છરનો ઉપદ્રવ અસામાન્ય રીતે વધ્યો છે. વાઈરલ ઇન્ફેકશન અને શરદી ખાંસીનાં ઘેર ઘેર ખાટલા જેવી સ્થિતિ પ્રવર્તે છે. સવાર પડતાં જ ડોકટરોને ત્યાં દર્દીઓની લાઈનો લાગે છે. વર્ષમાં ગળામાં દુ:ખતું હોવાથી ઘણી વખત કોરોનાનો વહેમ પણ પડે છે. મ્યુનિ. હેલ્થખાતું જો સમયસર દોડતું નહિ થાય તો આગામી તહેવારોના મહિનાઓમાં જ લોકો બીમારીથી ઘેરાઈ જશે.
ચાલુ જુલાઈ મહિના દરમિયાન હેલ્થ ખાતાએ 46893 તાવના દર્દીઓનાં લોહીના નમૂના લેવાયા છે. તેનો અર્થ એ થયો કે તાવના દર્દીઓ મ્યુનિ.ચોપડે જ 46893 નોંધાયા છે. જ્યારે ડેન્ગ્યુનાં 204૩જેટલા શંકાસ્પદ દર્દીઓનાં સિરમના નમૂના લેવાયા છે.
જયારે પાણીજન્ય રોગચાળામાં વરવામાં સૌથી ગંભીર ગણાતા કોલેરાના જૂલાઈમાં બે કેસ નોંધાયા છે. ચાલુ વર્ષમાં કુલ આંક કોલેરાનો 10 થયો છે. પાણીના ક્લોરીન ટેસ્ટ 2521 થયા હતા, તેમાંથી 59માં ક્લોરીન નીલ હોવાનું જણાયું છે. તેનો અર્થ એ થયો કે 59 વિસ્તારોમાં પ્રદુષિત પાણી જતું હતું. જ્યારે 704 બેક્ટેરિયોલોજીકલ ટેસ્ટ કર્યા તેમાં 40 નમૂનામાં બેક્ટેરિયા જણાયા હતા. 20120 ક્લોરીનની ટેબ્લેટનું વિતરણ કરાયું છે.
જુલાઈમાં કેટલા કેસો?
| રોગનું નામ | જુલાઈના કેસો | ચાલુ વર્ષના અત્યાર સુધીના કેસ |
| મેલેરિયા | 46 | 315 |
| ફાલ્સપેરમ | 02 | 11 |
| ડેન્ગ્યુ | 21 | 105 |
| ચિકનગુનિયા | 08 | 136 |
| ઝાડાઉલ્ટી | 615 | 3520 |
| કમળો | 193 | 1085 |
| ટાઈફોડ | 165 | 1027 |
| કોલેરા | 02 | 10 |
આ પણ વાંચો : ગુજરાતમાં દારૂબંધીએ હવે દંભનીતિ!સમય આવી ગયો છે બદલાવનો,અથથી ઇતિ સુધી જાણો
