Rajkot/ પાણી મુદ્દે મોટા સમાચાર, ડેમોમાં 6 માસ ચાલે એટલું જ પાણી

રાજકોટ શહેરને પાણી પુરૂ પાડતા રાજકોટની જીવાદોરી સમાન મુખ્ય ડેમોમાં 5થી 6 મહિના પાણી ચાલે એટલો જ પાણીનો  જથ્થો  વધ્યો હોવાનું સામે આવ્યું છે.

Top Stories Gujarat Rajkot

રાજકોટ શહેરથી પાણી મુદ્દે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રાજકોટ શહેરને પાણી પુરૂ પાડતા રાજકોટની જીવાદોરી સમાન મુખ્ય ડેમોમાં 5થી 6 મહિના પાણી ચાલે એટલો જ પાણીનો  જથ્થો  વધ્યો હોવાનું સામે આવ્યું છે. 6 માસ બાદ રાજકોટના ડેમ ડેડ વોટરની સ્થિતિએ પહોંચી જશે. આ વર્ષે સારો વરસાદ પડ્યો છે પરંતુ ઉનાળામાં ડેમો ખાલી થવાની ભીતિ સેવાઈ રહી છે. રાજકોટના ડેમોમાંથી રોજ 18 MCFT પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે. હવે ડેમમાં આજીડેમ-1માં 900 MCFT પાણીનો જથ્થો વધ્યો હોવાનું જાણવા મળ્યું છે. ભરઉનાળામાં રાજકોટ શહેરમાં પાણીની કટોકટી સર્જાય તેવી સ્થિતિ હાલ જોવા મળી રહી છે.

રાજકોટની જીવાદોરી સમાન આજીડેમ 1 ડેમમાં હાલ 900 MCFT પાણીનો જથ્થો છે. હાલ આ ડેમમાંથી રોજ 5 MCFT પાણીનો જથ્થો ઉપાડવામાં આવી રહ્યો છે.

જ્યારે ન્યારી 1 ડેમમાં 1100 MCFT પાણીનો જથ્થો છે. આ ડેમમાંથી રોડ 5 MCFT પાણીનો જથ્થો ઉપાડવામાં આવી રહ્યો છે.

ભાદર ડેમમાં 6644 MCFT પાણીનો જથ્થો છે. . ભાદર ડેમમાંથી રોજ 3 MCFT પાણીનો જથ્થો ઉપાડવામાં આવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે રાજકોટનો આજીડેમ ખાલી થાય તો સૌની યોજના મારફત ડેમ ભરવામાં આવી શકે છે.