રાજ્યના આરોગ્ય મંત્રી કુમાર કાનાનીનો પુત્ર પ્રકાશ કાનાણી ફરી એકવાર વિવાદમાં સપડાયો છે. પ્રકાશ કાનાણી વિરુદ્ધ તેની ભાગીદારીમાં બાંધેલી સોસાયટીના રહીશોએ મોરચો માંડ્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર કામરેજ નજીક આવેલા ખોલવડ ગામમાં પવિત્ર નગરી નામની સોસાયટીના ફ્લેટના હોલ્ડરો આરોગ્ય મંત્રી કુમાર કાનાણીના ઘરે મોરચો લઈને પહોંચ્યા હતાં. રહિશોનું કહેવું છે કે, અમને સોસાયટી સોંપાઈ નથી. બીજી તરફ બિલ્ડરો દ્વારા સોસાયટીના જનરલ મીટરનું ચાર લાખ જેટલું બિલ ભરવામાં આવ્યું નથી. જેથી અમારો પાવર કટ થઈ ગયો છે. સોસાયટીના લોકો દિવાળી ટાણે અંધારામાં રહેવા મજબૂર બન્યા છે. આ પ્રોજેક્ટમાં આરોગ્ય મંત્રી કુમાર કાનાણીના પુત્રનો ભાગ હોવાથી અમે મોરચો લઈને આવ્યાં છીએ. જો કે તેણે ભાગ ન હોવાનું કહેવાની સાથે સાથે અમને ત્યાંથી હાંકી કાઢવાની અને કેસ કરવાની પણ ધમકી આપી છે.
દારૂબંધી: અહીં ભાજપનાં જિલ્લા પંચાયત સભ્યનાં ઘરેથી મળી આવ્યો મોટી માત્…
Jamnagar: ધોરણ 12માં અભ્યાસ કરતી વધુ એક વિદ્યાર્થિનીએ ટુંકાવ્યું જીવન…
સોસાયટીના રહિશના જણાવ્યા અનુસાર સોસાયટી હજુ તેમને સોંપાઈ નથી તેથી ત્યાં મેઈન્ટેન્શ ન આવે તેમ છતાં કચરા સહિતની વસ્તુઓના અમે રૂપિયા આપી છીએ.સોસાયટીના પાવરના રૂપિયા તો બિલ્ડરે જ આપવાના હોય છે. વપરાશ પણ તેણે કર્યો છે, પરંતુ એ રૂપિયા આપ્યા નથી. ચાર લાખનું બિલ થઈ જતાં. વિજ કંપની અમારો પાવર કટ કરી ગઈ છે. જેથી અમે મોરચો લઈને આવ્યા એ અગાઉ પણ અમને ધમકી અપાઈ હતી. અમે કામરેજ પોલીસમાં અરજી પણ આપી છે પણ ફરિયાદ નોંધાતી નથી.
નોધનીય છે કે અગાઉ પણ આરોગ્યમંત્રીના પુત્ર પ્રકાશ કાનાણી લોકડાઉન દરમિયાન રાત્રે પોતાના મિત્રને છોડાવવા ગયા બાદ એલઆરડી સુનિતા યાદવ સાથેના વિવાદમાં ઘેરાયા હતાં. સુનિતા યાદવ અને પ્રકાશ કાનાણીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો. આ વિવાદથી ચર્ચામાં આવેલા આરોગ્ય મંત્રીના પુત્રનું નામ ફરી પ્રોજેક્ટમાં આવતાં લોકો તેના ઘરે પહોંચ્યાં છે.
