ગુજરાત/ રાજ્યના બોર્ડ નિગમોમાં ટપોટપ રાજીનામાનો દોર, આસિત વોરા બાદ આ લોકોના લેવાયા રાજીનામાં

ગુજરાતના ભરતી બોર્ડના ચેરમેન આસિત વોરાના રાજીનામા પછી એક બાદ એક અચાનક અન્ય બોર્ડ-નિગમના પણ ચેરમેનના રાજીનામા લઇ લેવાયા છે. 

Top Stories Gujarat
  • બોર્ડ નિગમોના 5 લોકો પાસેથી રાજીનામાં લેવાયા
  • અસિત વોરા અધ્યક્ષ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ
  • આઈ. કે. જાડેજા અધ્યક્ષ 50 મુદ્દાઅમલીકરણ યોજના
  • બળવંતસિંહ રાજપૂત અધ્યક્ષ GIDC
  • મુળુબેરા રૂરલ હાઉસિંગ બોર્ડ ચેરમેન
  • હંસરાજ ગજેરા બિન અનામત વર્ગના ચેરમેન

પૂર્વ મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણી અને તેમના મંત્રી મંડળે અચાનક મુકેલા રાજીનામા એ આખા ગુજરાતને વિચારતું કરી મૂકયું હતું અને આજે ફરી એક વખત એ જ પરિસ્થિતિ સર્જાઈ છે ગુજરાતના ભરતી બોર્ડના ચેરમેન આસિત વોરાના રાજીનામા પછી એક બાદ એક અચાનક અન્ય બોર્ડ-નિગમના પણ ચેરમેનના રાજીનામા લઇ લેવાયા છે.

જેમાં આઇ.કે.જાડેજા, બળવંતસિંહ રાજપૂત, મુળુભાઈ બેરા, હંસરાજ ગજેરા, મધુ શ્રીવાસ્તવ, રશ્મિકાંત પંડ્યા વગેરેનો સમાવેશ થાય છે. અત્રે નોંધનીય છે કે ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન આસિફ વોરા છેલ્લા ઘણા સમયથી વિવાદમાં હતા અને વિવિધ પક્ષો દ્વારા તેમના રાજીનામાની માંગ પણ કરવામાં આવી હતી.  જો કે તેઓ પોતાના રાજીનામું નહીં આપવા ઉપર અડગ હતા.  પરંતુ આજે અચાનક જ તેમણે પોતાનું રાજીનામું આપ્યું છે. અને તેમના રાજીનામા બાદ અન્ય છ બોર્ડ-નિગમના પણ ચેરમેનના રાજીનામાની લઇ લેવાયા છે.

જેમાં આઇ.કે.જાડેજા કાર્યવાહક અધ્યક્ષ સ્વર્ણિમ ગુજરાત 50 મુદ્દા અમલીકરણ સમિતિ, બળવંતસિંહ રાજપૂત જીઆઇડીસીના ચેરમેન કે જે ભૂતપૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના વેવાઈ પણ છે. મુળુ બેરા ચેરમેન ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ,  હંસરાજ ગજેરા ચેરમેન ગુજરાત બિન અનામત આયોગ, મધુ શ્રીવાસ્તવ ચેરમેન ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ, રશ્મિકાન્ત પંડ્યાએ ડેપ્યુટી ચેરમેન ગુજરાત બિન અનામત આયોગ વિગેરેનો સમાવેશ થાય છે.

અચાનક જ બોર્ડ નિગમના ચેરમેન ના રાજીનામાં શરૂ થતા વિવિધ રાજકીય ચર્ચાઓએ જોર પકડ્યું છે જેમાં સૌથી મહત્વની ચર્ચા એ છે કે આગામી વિધાનસભાની ચૂંટણીને લઇ ભાજપ પ્રદેશ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે તો સાથે વધુમાં જે લોકો સરકાર કે પક્ષમાં સામેલ ન હોય તેવા નવા ચહેરાઓને પણ હવે તો અપાવી શકે છે જેમ કે મંત્રીમંડળના ઘટનામાં બન્યું હતું તે જ પ્રમાણે નોંધ થિયરીના આધારે નવી નિમણૂકો થવાની પણ શક્યતા જ દે જોવા મળી રહી છે.

આસિત વોરાના રાજીનામાંથી આપ પાર્ટીમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આપના કાર્યકર્તાઓ આસિત વોરાના રાજીનામાં માટે સતત લડી રહ્યા હતા. આસિત વોરાના રાજીનામાંની ખુશીમાં આપ પાર્ટી દ્વારા ગૌણ સેવાની ઓફીસ આગળ ફટાકડા ફોડીને નિર્ણયને આવકાર્યો છે.

World / શ્રીલંકામાં પકડાયેલા 56 ભારતીય માછીમારોને મોકલાયા ડિટેન્શન સેન્ટર, માછીમારી કરતી વખતે કરી ધરપકડ

પ્રતિબંધ / Johnson & Johnsonના બેબી પાવડર પર વિશ્વભરમાં લાગી શકે છે પ્રતિબંધ, જાણો શું છે કારણ