બગોદરા-વટામણ હાઇવે પર આવેલા અરણેજ ગામ પાસે વહેલી સવારે રસ્તા પર બંધ ઉભેલા ટ્રક પાછળ તૂફાન જીપ ધડાકા સાથે અથડાતા સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં રાજકોટની સ્કૂલના બે વિદ્યાર્થી અને એક વિદ્યાર્થીનીના ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા . જયારે અકસ્માતમાં ત્રણ શિક્ષક સહિત દસ ઘવાતા તમામને સારવાર માટે અમદાવાદ હોસ્પિટલમાં દાખલ કરાયા છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ વટામણ નજીક આવેલા અરણેજ ખાતે હાઇ-વે ટ્રક ઉભો હતો વટામણ તરફથી પુર ઝડપે આવતી તૂફાનના ચાલકના ઝાકળના કારણે ટ્રક ન દેખાતા ટ્રક પાછળ તૂફાન જીપ અથડાતા જીવલેણ અકસ્માત સર્જાયો હતો.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અરણેજ બગોદરા ધોરીમાર્ગ પર બુધવાર વ્હેલી સવારે તૂફાન જીપકાર અને ટ્રક વચ્ચે થયેલા ગમખ્વાર માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા ૩ વ્યક્તિઓને પ્રત્યેકને રૂ. ૪ લાખની સહાય આપવાની જાહેરાત કરી છે.ભૂપેન્દ્ર પટેલે આ માર્ગ અકસ્માતમાં જાન ગુમાવનારા વ્યક્તિઓના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતાં મૃતકોના આત્માની શાંતિની પ્રાર્થના પણ કરી છે.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે અરણેજ-બગોદરા ધોરીમાર્ગ પર આજે વ્હેલી સવારે થયેલા ગમખ્વાર માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા 3 વ્યક્તિઓ પ્રત્યે દિલસોજી વ્યક્ત કરીને પ્રત્યેક મૃતકના પરિવારને ₹4 લાખ તથા અકસ્માતમાં ઇજાગ્રસ્ત વ્યક્તિઓને વ્યક્તિ દિઠ ₹50 હજારની સહાય આપવાની જાહેરાત કરી છે. pic.twitter.com/OcoSSxV7OK
— CMO Gujarat (@CMOGuj) December 29, 2021
