Rajkot News/ રાજકોટમાં આજથી ચા મોંઘી, અડધી ₹15 અને આખી ચા ₹30; ખાંડના ભાવ વધતા ભાવવધારો

Rajkot Tea Price Hike: ખાંડ સહિત કાચા માલના ભાવ વધતા રાજકોટમાં 1 સપ્ટેમ્બરથી ચાના નવા ભાવ અમલમાં આવ્યા છે.

Gujarat Top Stories Rajkot Breaking News
Rajkot Tea Price Hike: ચાની ચુસ્કી હવે મોંઘી, આજથી નવા ભાવનો અમલ

Rajkot News: રાજકોટવાસીઓ માટે ચા (Rajkot Tea Price Hike) સાથે જોડાયેલા સમાચાર છે. ખાંડ સહિત ચા બનાવવામાં વપરાતા કાચા માલના ભાવ વધતા શહેરમાં આજથી ચાના ભાવમાં વધારો લાગુ કરવામાં આવ્યો છે. રાજકોટ ડિસ્ટ્રિક્ટ ટી હોટેલ એસોસિએશનના નિર્ણય મુજબ 1 સપ્ટેમ્બરથી અડધી ચાનો ભાવ ₹13થી વધારીને ₹15 અને આખી ચાનો ભાવ ₹26થી વધારીને ₹30 કરવામાં આવ્યો છે.

ભાવવધારો અમલમાં આવ્યા બાદ પણ રાજકોટના ચા પ્રેમીઓમાં ખાસ નારાજગી જોવા મળી રહી નથી. ચાના શોખીનોનું કહેવું છે કે ભાવ વધે તો વધે, પરંતુ ચા (Rajkot Tea Price Hike) પીવાની ટેવમાં ઘટાડો થવાનો નથી.

Rajkot Tea Price Hike:કાચા માલના ભાવ વધતાં ચા મોંઘી

રાજકોટ શહેરમાં અંદાજે 2,500થી 3,000 જેટલા નાના-મોટા ચા (Rajkot Tea Price Hike)ના થડા અને હોટેલો આવેલા છે. હોટેલ સંચાલકોના જણાવ્યા પ્રમાણે, છેલ્લા કેટલાક મહિનામાં ચા (Rajkot Tea Price Hike) બનાવવાના ખર્ચમાં સતત વધારો થયો છે. યુનિવર્સિટી રોડ પર હોટેલ ચલાવતા જગદીશભાઈના જણાવ્યા મુજબ, છેલ્લા ત્રણેક મહિનામાં ખાંડનો ભાવ પ્રતિ કિલો આશરે ₹50થી વધીને ₹75 સુધી પહોંચી ગયો છે. માત્ર ખાંડ જ નહીં, પરંતુ દૂધ, ચાની ભૂકી અને કોલસાના ભાવમાં પણ વધારો થયો છે.

કાચા માલના વધેલા ખર્ચને ધ્યાનમાં રાખીને ટી હોટેલ એસોસિએશન દ્વારા ચાના ભાવમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વેપારીઓનું કહેવું છે કે જો આગામી સમયમાં ચા (Rajkot Tea Price Hike) બનાવવામાં વપરાતા કાચા માલના ભાવમાં વધુ વધારો થશે તો ચાના ભાવમાં પણ ફરી વધારો થવાની શક્યતા છે.

‘ભાવ વધે તો વધે, ચા તો પીવી જ પડશે’

ચાના ભાવમાં વધારો થયા બાદ રાજકોટના નિયમિત ચા (Rajkot Tea Price Hike) ગ્રાહકોની પ્રતિક્રિયા પણ સામે આવી છે. સ્થાનિક ગ્રાહકો વિરેન્દ્રભાઈ અને મુકેશભાઈ વ્યાસના જણાવ્યા પ્રમાણે, સૌરાષ્ટ્ર અને ખાસ કરીને રાજકોટમાં ચા લોકોની દૈનિક જીવનશૈલીનો એક ભાગ બની ગઈ છે. તેમના મતે, મોંઘવારીના વર્તમાન સમયમાં વેપારીઓએ કરેલો ₹2થી ₹4નો વધારો બહુ મોટો નથી. ચા પ્રત્યે રાજકોટવાસીઓનો પ્રેમ જોતા ભાવવધારાની ગ્રાહકોની માંગ પર મોટી અસર પડે તેવી શક્યતા ઓછી છે.

ખાંડના ભાવ વધવાના કારણો શું?

ખાંડના વેપારીઓના જણાવ્યા પ્રમાણે, શેરડીનું ઉત્પાદન સારું હોવા છતાં ખાંડના બજાર પર અન્ય પરિબળોની અસર જોવા મળી રહી છે. પેટ્રોલમાં ઇથેનોલ બ્લેન્ડિંગ વધવાને કારણે શેરડીમાંથી ખાંડ અને ગોળના ઉત્પાદનના પ્રમાણ પર અસર થતી હોવાનું વેપારીઓનું કહેવું છે. આ ઉપરાંત બજારમાં સંગ્રહખોરી જેવા પરિબળોને કારણે પણ ખાંડના ભાવ ઊંચા રહેવાની સ્થિતિ સર્જાઈ હોવાનું જણાવવામાં આવે છે. ખાંડના ભાવ વધવાથી તેની અસર માત્ર ચા પૂરતી મર્યાદિત રહેતી નથી. આગામી તહેવારોની સિઝનમાં મીઠાઈ અને અન્ય ખાદ્ય ચીજોના ભાવ પર પણ તેની અસર જોવા મળી શકે છે. પરિણામે મોંઘવારીનો વધારાનો બોજ મધ્યમ વર્ગના બજેટ પર પડી શકે છે.

આગામી દિવસોમાં ચા વધુ મોંઘી થશે?

હાલ રાજકોટમાં અડધી ચા (Rajkot Tea Price Hike)નો નવો ભાવ ₹15 અને આખી ચાનો ભાવ ₹30 નક્કી કરવામાં આવ્યો છે. જોકે, કાચા માલના ભાવમાં સતત વધારો ચાલુ રહે તો ભવિષ્યમાં ચાના ભાવમાં વધુ ફેરફાર થઈ શકે છે. હાલ તો ભાવવધારા છતાં રાજકોટના ચા રસિકો માટે ચાની ચુસ્કી યથાવત રહેવાની છે.


આ પણ વાંચો:ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી મહિધરપુરા હીરા બજારની મુલાકાતે, વેપારીઓ સાથે ચાની ચૂસકી પણ માની

આ પણ વાંચો:ખેતલા આપા ચાની ચૂસકી લગાવતા પહેલા જાણો, આ ચેતવણીરૂપ સમાચાર

આ પણ વાંચો:હાય રે મોંઘવારી.. કોરોના અને લગ્નની સિઝનમાં આમ આદમી પિટાયો, આ વસ્તુઓ બની મોંઘી