વિદેશ પ્રધાન એસ જયશંકરે મંગળવારે વિશ્વભરમાં આતંકવાદ સામે લડવાની રાજકીય ઇચ્છાશક્તિની હાકલ કરી હતી. સમાચાર એજન્સી અનુસાર, યુએનએસસી ઓપન ડિબેટને સંબોધતા તેમણે કહ્યું કે, આતંકવાદ સામેની લડતમાં કોઇ કિંતુ પરંતુ ન થવું જોઈએ.
આ સાથે જ જયશંકર પ્રસાદે પાકિસ્તાનનાં નામે પાકિસ્તાનનાં પાડોશી મુલ્ક પાક પર હુમલો કર્યો છે. મુંબઈ હુમલા ઉપરાંત તેમણે પાકિસ્તાન દ્વારા આતંકવાદને આશ્રય આપનાર પાકનો પર્દાફાશ પણ કર્યો. તેમણે યુએનએચસી સમક્ષ પાકિસ્તાનનાં બે પાત્રનો પર્દાફાશ કર્યો. યુએનએસસીમાં આતંકવાદ અંગેની ચર્ચા પર, જયશંકરે કહ્યું કે કેટલાક એવા દેશો છે જ્યાં આતંકવાદી નાણાકીય પોષણનાં કેસોની તપાસ અને તકનીકી કાર્યક્ષમતાનો અભાવ છે, બીજી તરફ કેટલાક દેશો એવા પણ છે કે જે આતંકવાદીઓને સલામતી માટે આશ્રય આપી રહ્યા છે. તેઓ આતંકવાદને ટેકો આપીને તેમની આર્થિક મદદ કરી રહ્યા છે. મુંબઈ હુમલા અંગે જયશંકરે કહ્યું, “આપણે 1993 નાં મુંબઇ વિસ્ફોટો માટે ગુનાહિત ટોળકીઓને રાજ્યનું રક્ષણ જ નહીં પરંતુ ફાઇવ સ્ટાર હોસ્પિટાલિટીની સુવિધા પણ મળતા જોઇ છે.”
Linkages between terrorism & transnational organized
crime must be fully recognized & addressed vigorously. We, in India, have seen crime syndicate responsible for the 1993 Mumbai bomb blasts not just given State protection but enjoying 5-star hospitality: EAM at UNSC Open Debate pic.twitter.com/3Jj1DHVShA— ANI (@ANI) January 12, 2021
જયશંકરે આતંકવાદની ચર્ચા દરમિયાન એમ પણ કહ્યું હતું કે, સંયુક્ત રાષ્ટ્રનાં પ્રતિબંધમાં લોકો અને સંગઠનોનાં નામનો સમાવેશ અને બાકાત કરવાનું કામ નિષ્પક્ષતા સાથે થવું જોઈએ. તેમણે કહ્યું કે, આતંકવાદ માનવતા માટે સૌથી મોટો ખતરો બનેલ છે. આતંકવાદ અને દેશોમાં સંગઠિત અપરાધ વચ્ચેની કડી ઓળખવી જોઈએ અને સખ્ખતાઇ અને પ્રતીતિ સાથે તેનો ઉકેલ લાવવો જોઇએ. તેમણે કહ્યું કે, આતંકવાદ સામેની લડતમાં રાજદ્વારી ઇચ્છા બતાવવી પડશે. આ લડાઇમાં કિંતુ પરંતુ ન હોવુ જોઇએ અને ન તો આતંકવાદને ન્યાયી બતાવવું અને ન તો તેનું મહિમામંડળ કરવુ જોઇએ.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
