કચ્છ / શહેરોની હાઈટેક શાળાઓને ટક્કર મારે એવી શાળા આ નાનકડા ગામમાં આવેલી છે

મહાનગરો અને અન્ય રાજ્યોમાં પણ ન હોય તેવી શાળા કચ્છનાં માંડવી તાલુકામાં આવેલી છે. માંડવી તાલુકાના નાનકડા ગોધરા ગામે પ્રાથમિક શાળા આવેલી છે.

Reporter Name: કૌશિક છાયા, કચ્છ

સરહદી વિસ્તાર કચ્છનું નામ સાંભળો તો આપણને દૂર દૂર સુધી રણ અને માલધારીઓની યાદ આવે. શિક્ષણના મુદ્દે કચ્છને હજી પણ પછાત ગણવામાં આવે છે. જોકે સરહદી વિસ્તાર કચ્છમાં પણ શિક્ષણ ક્ષેત્રે પ્રગતિ થઈ છે.

 ખોખરામાં ઉઘરાણી બાબતે બબાલ થતા ફાઈનાન્સરની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને કરાઈ હત્યા

શહેરોની હાઈટેક શાળાઓ
શહેરોની હાઈટેક શાળાઓ

મહાનગરો અને અન્ય રાજ્યોમાં પણ ન હોય તેવી શાળા કચ્છનાં માંડવી તાલુકામાં આવેલી છે. માંડવી તાલુકાના નાનકડા ગોધરા ગામે પ્રાથમિક શાળા આવેલી છે. આ પ્રાથમિક શાળાનું નામ બી.કે.ભેદા પ્રાથમિક શાળા છે. સામાન્ય રીતે સરકાર દ્વારા વર્ષમાં કોઈ એક શાળા પસંદ કરી તેને બાલા પ્રોજેકટ હેઠળ સમાવી શાળાનો વિકાસ કરવામાં આવતો હોય છે.

શહેરોની હાઈટેક શાળાઓ
શહેરોની હાઈટેક શાળાઓ

પરંતુ આ કિસ્સામાં સરકારની મદદ વગર દાતાઓના સહકારથી નવી શાળા બનાવાઈ છે. જે આધુનિક શાળા કહી શકાય. આચાર્ય સતારભાઈ મારાએ જણાવ્યું હતું કે ગોધરા ગામે આવેલી આ પ્રાથમિક શાળામાં પર્યાવરણ નર્સરી અને ઘાસથી આચ્છાદિત મેદાન તેમજ ઘટાદાર વૃક્ષો, હરિયાળી, પ્રકૃતિનો માહોલ ઉભો કર્યો છે.

શહેરોની હાઈટેક શાળાઓ

શાળામાં પ્રવેશતા જ દીવાલો સાદિ પણ રંગબેરંગી જોવા મળે છે. શાળાના પગથિયાંમાં પાળા લખવામાં આવ્યા છે. દીવાલો પર ભાતભાતના કાર્ટૂન અને અંતરીક્ષના ચિત્રો છે. મહાન વ્યક્તિઓના સુવિચાર અને તસ્વીર બાળકોને પ્રેરણા આપે છે. ભારત દેશની માહિતી, ગુજરાતનો નકશો, રોડ રસ્તાની માહિતી, ટ્રાફિક સિગ્નલ, કક્કો, રોડ પર મુકવામાં આવતા ચિહ્નનોની નિશાની, એબીસીડી તેમજ કલાતમક ચિત્રોએ શાળાને જીવંત બનાવી દીધી છે. હાલમાં શાળા કોરોનાના કારણે બંધ છે. પણ અહીં આવ્યા બાદ શાળામાંથી બહાર પગ મુકવાનું મન થતું નથી. પ્રકૃતિ ભર્યો માહોલ ચોતરફ હરિયાળી અને રંગબેરંગી દીવાલો તેમજ કલાતમક ચિત્રોથી આ શાળા સજીવન થઈ ચૂકી છે.

શહેરોની હાઈટેક શાળાઓ
શહેરોની હાઈટેક શાળાઓ

આવી શાળા દરેક સ્થળોએ હોય તો વિદ્યાર્થીઓ પોતાના ઘરને પણ ભૂલી જાય હાલમાં જ્યારે દિલ્હીના  શાળા મોડેલની ચર્ચા થઈ રહી છે તેવામાં કચ્છની આ શાળા દિલ્હીની શાળાને પણ ટક્કર મારે તેમ છે


More Stories


Loading ...

Top Stories



Photo Gallery


Entertainment