અમદાવાદમાં 19 દિવસ સુધી ઉપવાસ કર્યા બાદ અને બેંગલુરુમાં નેચરક્યોર થેરાપી કરાવ્યા બાદ હાર્દિક પટેલ ફરી એક વાર મેદાનમાં આવ્યો છે. આજે ગાંધી જયંતિ નિમિતે હાર્દિકે પ્રતીક ઉપવાસનું બ્યુગલ ફૂંક્યું છે. સૌરાષ્ટ્રના મોરબી જિલ્લાના બગથળા ગામેથી હાર્દિકે પ્રતીક ઉપવાસ શરુ કર્યા છે. હાર્દિકે ટ્વિટ કરીને જણાવ્યું કે, હું પૂજ્ય બાપુના ચીંધેલા માર્ગે ચાલવાનો છું.
https://twitter.com/HardikPatel_/status/1046965223440228352
જણાવી દઈએ કે, સવારના 10 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી પ્રતીક ઉપવાસ કરવામાં આવશે, ત્યારબાદ હાર્દિક દ્વારા જાહેરસભાનું સંબોધન કરી પ્રતીક ઉપવાસનું સમાપન કરવામાં આવશે.
https://twitter.com/HardikPatel_/status/1044240179307917312
હાર્દિકે ટ્વિટ કરીને જણાવ્યું કે, ખેડૂતોના દેવામાફીની માંગણી સાથે આજથી, પૂજ્ય મહાત્મા ગાંધીજીની જન્મ જયંતીના દિવસથી પુરા રાજ્યમાં ઉપવાસ કરવામાં આવશે. આજે મોરબી જિલ્લાથી ઉપવાસ શરુ થશે.
મોરબીના બગથળામાં આજે હાર્દિકના ઉપવાસમાં કનુભાઈ કલસરિયા, પાસના કન્વીનરો તેમજ મોટી સંખ્યામાં સૌરાષ્ટ્રવાસીઓ હાજર રહ્યા હતા.
