Indonesia Stadium: ઈન્ડોનેશિયાના મલંગ શહેર શનિવારે રાત્રે ફૂટબોલ મેચ બાદ મચેલી નાસભાગમાં મૃત્યુઆંક વધીને 174 થઈ ગયો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ સંખ્યા 200ને પાર કરી શકે છે. હકીકતમાં ડઝનેક લોકોની હાલત અત્યંત ગંભીર છે. મેચ બાદ બંને ટીમના સમર્થકો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. આ પછી પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા હતા. હવે આ ઘટનાના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
https://twitter.com/joelbortey/status/1576514943167639553
વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે પોલીસ લોકોને બેરહેમીથી માર મારી રહી છે. લોકો કોઈક રીતે જીવ બચાવીને ભાગી રહ્યા છે. પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા બાદ ગભરાટ ફેલાયો હતો. હજારો લોકો કાંજુરુહાન સ્ટેડિયમના એક્ઝિટ ગેટ તરફ કૂચ કરી રહ્યા હતા, જ્યાં ઘણા લોકોનો શ્વાસ રૂંધાયો હતો. સ્ટેડિયમના વીડિયોમાં ચાહકોને છેલ્લી સીટી વાગ્યા બાદ મેદાન પર દોડતા બતાવવામાં આવ્યા છે. અને પોલીસે જવાબમાં ટીયર ગેસના સેલ છોડ્યા હતા. પૂર્વ જાવાના પોલીસ વડા નિકો અફિન્ટાએ જણાવ્યું હતું કે, સમગ્ર વાતાવરણ અસ્તવ્યસ્ત હતું. તેઓએ અધિકારીઓ પર હુમલો કરવાનું શરૂ કર્યું, તેઓએ કારને નુકસાન પહોંચાડ્યું. મૃતકોમાં બે પોલીસ અધિકારીઓ પણ સામેલ છે.
https://twitter.com/MickyJnr__/status/1576503154497449984
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે ચાહકો બચવા માટે વાડ પર ચઢી રહ્યા હતા. અલગ-અલગ વીડિયોમાં ફ્લોર પર બેજાન લાશો જોવા મળી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે ફેન્સ સ્ટેડિયમની બહાર નીકળવા માટે તે જ ગેટ પર પહોંચ્યા હતા. લોકોને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી. ત્યાં સુરક્ષા મંત્રી મોહમ્મદ મહફૂદે ઈન્સ્ટાગ્રામ પર લખ્યું છે કે કાંજુરુહાન સ્ટેડિયમમાં મેચની 42,000 ટિકિટ વેચાઈ છે. જ્યારે, સ્ટેડિયમની ક્ષમતા 38,000 હતી. સાક્ષીઓએ જણાવ્યું હતું કે અરેમાના હજારો સમર્થકો, તેમની ટીમની હારથી હતાશ થઈને, ખેલાડીઓ અને ફૂટબોલ અધિકારીઓ પર બોટલો અને અન્ય વસ્તુઓ ફેંકી હતી. ચાહકો કાંજુરુહાન સ્ટેડિયમના મેદાન પર ઉમટી પડ્યા અને અરેમા મેનેજમેન્ટને પૂછ્યું કે ઘરઆંગણે 23 વર્ષ સુધી અજેય રહીને ટીમ કેવી રીતે મેચ હારી ગઈ.
https://twitter.com/AritraParab/status/1576460345991843841
આ પણ જુઓ: Firing on plane / 3500 ફૂટની ઊંચાઈએ ઉડી રહ્યું હતું વિમાન, જમીન પરથી મારી ગોળી અને પછી…
આ પણ જુઓ: Mumbai / ઈન્ડિગો ફ્લાઈટને બોમ્બથી ઉડવાની ધમકી, મુંબઈ એરપોર્ટ પર ઈમેલ મળ્યા બાદ સુરક્ષા એજન્સીઓ એલર્ટ
આ પણ જુઓ: discount / રાજ્ય સરકારે કરી મોટી જાહેરાત,ગાંધી જયંતિ નિમિત્તે આજથી ખાદીની ખરીદી પર મળશે 30 ટકા વળતર
