તાજેતરમાં યોજાયેલ માર્કેટિંગ યાર્ડની ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીની પેનલનો જવલંત વિજય થયો છે. ગુજરાત સરકારે ૨ ડિસેમ્બરના રોજ ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણીનું જાહેરનામુ બહાર પાડયું છે. જેના અનુસંધાને રાજકોટ જીલ્લાના માર્કેટિંગયાર્ડોના વિજેતા ઉમેદવારોમાથી ચેરમેન અને વાઇસ ચેરમેનની પસંદગી કરવા માટે તા.27 નવેમ્બરના રોજ ગોંડલ માર્કેટિંગયાર્ડ ખાતે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
આ પણ વાંચો ;બસ દુર્ઘટના / બલ્ગેરિયામાં બસમાં લાગી ભીષણ આગ, 45 લોકો જીવતા ભૂંજાયા
આ સેન્સ પ્રક્રિયા જીલ્લા ભાજપ અધ્યક્ષ મનસુખભાઈ ખાચરીયાના માર્ગદર્શન હેઠળ અને પ્રભારીમહેન્દ્રસિંહ સરવૈયા તથા રક્ષાબેન બોળીયાની વિશેષ ઉપસ્થિતિમાં તેમજ જીલ્લા ભાજપ મહામંત્રી નાગદાનભાઈ ચાવડા, મનસુખભાઈ રામાણી, મનીષભાઈ ચાંગેલા તેમજ ધારાસભ્યો, સાંસદસભ્યો ઉપરાંત ગુજરાત પ્રદેશ ભાજપાના મોવડી મંડળની સુચના મુજબ નિરીક્ષકો વિજેતા સભ્યોની સેન્સ લેશે.
જેના માટે ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે જેતપુર માર્કેટિંગયાર્ડની સવારે 10 વાગ્યે, ઉપલેટા માર્કેટિંગયાર્ડની સવારે 10.30 કલાકે, ધોરાજી માર્કેટિંગયાર્ડની સવારે 11.00 કલાકે અને રાજકોટ માર્કેટિંગયાર્ડની બપોરે 11.30 કલાકે સેન્સ લેવામાં આવશે.
આ પણ વાંચો ;વેક્સિનેશન / કોરોનાને હરાવવા ઇઝરાયલનો મોટો નિર્ણય, શરૂ કર્યુ 5 થી 11 વર્ષનાં બાળકોનું Vaccination
રાજકોટ જીલ્લા ભાજપાના સંગઠન દ્વારા લેવાયેલ સેન્સ પ્રક્રિયા બાદ ચેરમેન-વાઇસ ચેરમેનના નામોની ગુજરાત પ્રદેશ ભાજપને નામાવલી મોકલવામાં આવશે. ગુજરાત પ્રદેશ ભાજપા દ્વારા ચેરમેન અને વાઇસ ચેરમેનની પસંદગી કરવામાં આવશે. જ્યારે તમામ ચૂંટાયેલા સભ્યોને પ્રદેશ ભાજપ દ્વારા લેખિતમાં વ્હીપ આપવામાં આવશે.
