Not Set/ ઉનાના અસરગ્રસ્ત વિસ્તારોમાં રાજકોટની આ સંસ્થાનો સેવાયજ્ઞ

તારીખ 18 મેના રોજ આવેલા તાઉતે વાવાઝોડા બાદ સૌરાષ્ટ્રના દરિયાકાંઠા માં રહેતા લોકોને વિકટ પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હતો.જેમાં જીવનજરૂરી ચીજવસ્તુઓ જેવી કે વીજળી પીવાનું પાણી

Gujarat Rajkot

તારીખ 18 મેના રોજ આવેલા તાઉતે વાવાઝોડા બાદ સૌરાષ્ટ્રના દરિયાકાંઠા માં રહેતા લોકોને વિકટ પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હતો.જેમાં જીવનજરૂરી ચીજવસ્તુઓ જેવી કે વીજળી પીવાનું પાણી બુનિયાદી સુવિધાઓ પહોંચાડવાની તાત્કાલિક જરૂરિયાત ઊભી થઈ હતી.

આ બાબતને ધ્યાનમાં લઈને રાજકોટના વાત્સલ્ય ટ્રસ્ટ પરિવારના સ્થાનિક સભ્ય પાર્થ ભાઈ દહીમા દ્વારા તાત્કાલિક અસરગ્રસ્ત વિસ્તારનો સર્વે કરી અને પીવાના પાણીના જમવાની વ્યવસ્થા સ્થાનિક દાતાઓના સહયોગથી ઊભી કરવામાં આવી હતી. આ પાણીના જગ ઉના શહેરના પ્લોટ વિસ્તાર, વાવરાડા, પાનઘાણ અને માણેકપુર જેવા ગામડાઓમાં દરરોજ મોકલવામાં આવી રહ્યા છે.

આ ઉપરાંત ઉના પંથકના દરિયા કાંઠે ઝૂંપડપટ્ટી  અને કાચા મકાનમાં રહેતા લોકો આ વાવાઝોડામાં ઘરવિહોણા બનેલા છે અને આવા લોકોને જીવન જરૂરિયાતની ચીજ-વસ્તુઓની તાત્કાલિક જરૂરિયાત ઊભી થઇ હોય વાત્સલ્ય ટ્રસ્ટ દ્વારા જીવનજરૂરી ચીજવસ્તુઓની એક કીટ બનાવી અને આ કીટો સ્થાનિક લોકો સુધી પહોંચાડવામાં આવી હતી.