એમેઝોન પ્રાઇમ વીડિયોએ આજે એમેઝોન ઓરિજિનલ મૂવી શેરશાહના વર્લ્ડ પ્રીમિયરની જાહેરાત કરી હતી. આ જાહેરાત એમેઝોન પ્રાઇમ વીડિયો અને ધર્મા પ્રોડક્શન્સ વચ્ચે આંતરરાષ્ટ્રીય પ્રીમિયર માટે સૌપ્રથમ અને સીમાચિહ્નરૂપ જોડાણનું પ્રતીક છે. આ કારગિલ યુદ્ધના નાયક કેપ્ટન વિક્રમ બત્રા (પીવીસી)ના જીવનકવન પર આધારિત અને પ્રેરિત અતિ રોમાંચક વોર ડ્રામા છે, જેમાં મુખ્ય ભૂમિકા સિદ્ધાર્થ મલ્હોત્રાએ ભજવી છે.
એમેઝોન પ્રાઇમ વીડિયો પર મનોરંજનના વિવિધ સ્વરૂપોના આલ્બમની રોમાંચક અને મોટી લાઇબ્રેરીમાં શેરશાહ હિંદી ભાષાની 9મી ફિલ્મ છે, જે બોલીવૂડ ડાયરેક્ટ-ટૂ-સર્વિસ ઓફર અંતર્ગત પ્રસ્તુત થશે. અગાઉ એમેઝોન પ્રાઇમ વીડિયો પર ગુલાબો સિતાબો, શકુંતલા દેવી, છલાંગ, કૂલી નંબર 1, દુર્ગામતી, હેલ્લો ચાર્લી, શેરનીનું વર્લ્ડ પ્રીમિયર થયું હતું અને આગામી દિવસોમાં અતિ આતુરતાપૂર્વક રાહ જોવાતી તૂફાનનું વર્લ્ડ પ્રીમિયર યોજાશે.
આ પણ વાંચો : આ શું થઇ ગયું પરિણીતી ચોપડાને, બહેન પ્રિયંકાએ ક્લિક કર્યો ફોટો
વિષ્ણુ વરધન દ્વારા નિર્દેશિત તથા ધર્મા પ્રોડક્શન્સ અને કાશ એન્ટરટેઇન્મેન્ટ દ્વારા સંયુક્તપણે નિર્મિત શેરશાહ ચાલુ વર્ષે બોલીવૂડની સૌથી મોટી વોર ડ્રામા ફિલ્મ બનવા સજ્જ છે અને સ્વતંત્રતા દિવસના વીકેન્ડ તરફ દોરી જનારી ફિલ્મ તરીકે રીલિઝ થશે. ભારત અને દુનિયાના 240થી વધારે દેશો અને વિસ્તારોમાં બોલીવૂડના ચાહકો 12 ઓગસ્ટના રોજ એમેઝોન પ્રાઇમ વીડિયો પર જ આ ફિલ્મ માણી શકે છે. આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિઆરા અડવાણીએ ભજવી છે તથા શિવ પંડિત, રાજ અર્જુન, પ્રણય પચૌરી, હિમાંશુ અશોક મલ્હોત્રા, નિકિતન ધીર, અંકિતા ગોરાયા, અનિલ ચરણજીત, સાહિલ વૈદ, શતાફ ફિગારા અને પવન ચોપરા સહભૂમિકાઓમાં છે.
આ પણ વાંચો :રાહુલ વૈદ્યના નામની મહેંદી લગાવી દિશા પરમારે, જુઓ વિડીયો અને ફોટો
શેરશાહ સાહસ, પ્રેમ અને બલિદાનની કથા છે તથા કેપ્ટન વિક્રમ બત્રા (પીવીસી)ના જીવનકથાથી પ્રેરિત છે. ફિલ્મ વર્ષ 1999માં થયેલા કારગિલ યુદ્ધમાં વિક્રમ બત્રાના અદમ્ય સાહસને સમર્પિત છે તથા તેમના અતુલનીય બલિદાન પર ગૌરવગાથા રજૂ કરે છે. ફિલ્મ તેમના કોડનેમ ‘શેરશાહ’ને ખરાં અર્થમાં ચરિતાર્થ કરે છે. તેમાં કેપ્ટન બત્રાની સાહસિક લડાઈ અને સર્વોચ્ચ બલિદાને ભારતના વિજયમાં ચાવીરૂપ ભૂમિકા ભજવી હતી.
આ પણ વાંચો :છૂટાછેડા બાદ આમિર ખાને પત્ની કિરણ સાથે કર્યો ડાન્સ, જુઓ આ વીડિયો
