Video/ શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રા પહોંચ્યા શિરડી સાંઈ મંદિર, વીડિયો થયો વાયરલ

શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રા પોર્નોગ્રાફી કેસ બાદ પહેલીવાર મહારાષ્ટ્રના શિરડીમાં સાંઈ બાબાના મંદિરે દર્શન કરતી જોવા મળી રહી છે.

Entertainment
શિલ્પા શેટ્ટી

છેલ્લા ઘણા દિવસોથી શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રા ચર્ચાનો વિષય હતા. બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રા પોર્નોગ્રાફી કેસ બાદ પહેલીવાર મહારાષ્ટ્રના શિરડીમાં સાંઈ બાબાના મંદિરે દર્શન કરતી જોવા મળી રહી છે.  જે વીડિયો સામે આવ્યો છે તેમાં આ કપલ સાંઈ બાબાના આશીર્વાદ લેતા જોવા મળે છે. આ વીડિયો વર્ષ 2022માં પતિ રાજ કુન્દ્રા સાથે શિલ્પા શેટ્ટીની પહેલી પોસ્ટ છે.

આ પણ વાંચો :અંકલેશ્વર GIDCમાં બની વધુ એક દુર્ઘટના, દીવાલ ધરાશાયી થતા ચાર લોકોના મોત

આપને જણાવી દઈએ કે શિલ્પા શેટ્ટીએ પોતે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ દ્વારા આ વીડિયો શેર કરીને લોકોને આ વાત જણાવી છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે શિલ્પા શેટ્ટી પતિ રાજ કુન્દ્રા સાથે સાંઈ બાબાના દરબારમાં ઊભી છે.

પૂજારી તેમને બાબાના આશીર્વાદ તરીકે ફૂલ ભેટ આપે છે. શિલ્પા અને રાજ બંને બાબાને પ્રાર્થના કરે છે અને પછી તેમના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લે છે. આ દરમિયાન બંનેએ કોરોનાને લઈને સાવચેતી રાખીને મોઢા પર બ્લેક માસ્ક પણ પહેર્યા છે.

https://www.instagram.com/tv/CYWJoG9hCHL/?utm_source=ig_web_copy_link

શિલ્પાએ કેપ્શન સાથે વીડિયો શેર કર્યો, “સબકા માલિક એક…શ્રદ્ધા અને સબુરી. ઓમ સાંઈ રામ”. આ દરમિયાન અભિનેત્રી અને તેના પતિની સાથે તેના એક સંબંધી અને પૂર્વ બિગ બોસ સ્પર્ધક રાજીવ અદાતિયા પણ જોવા મળ્યા હતા. દર્શન કર્યા બાદ શિલ્પાએ ફોટો માટે પોતાનો માસ્ક ઉતાર્યો હતો, ત્યારબાદ અભિનેત્રીના મંદિરમાં આવવાના સમાચાર ફેલાતાં જ તેને જોવા માટે મોટી સંખ્યામાં ચાહકો ઉમટી પડ્યા હતા.

આ પણ વાંચો :અમિત શાહનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, આ રાજકીય નેતા પણ કોરોના સંક્રમિત,જાણો વિગત

ગયા વર્ષે શિલ્પા શેટ્ટી પરિવાર સાથે ક્રિસમસ મનાવવા માટે મસૂરી ગઈ હતી. શિલ્પાએ ઈન્સ્ટાગ્રામ પર ઘણા વીડિયો અને ફોટો પોસ્ટ કર્યા છે. તેણે ફેન્સને પોતાના વેકેશનની ઝલક બતાવી. શિલ્પા લાંબા સમય પછી રાજ કુન્દ્રા સાથે ક્વોલિટી ટાઈમ વિતાવવા માટે મસૂરી ગઈ હતી. અહીંથી અભિનેત્રીએ પોતાનો જલેબી ખાતો વીડિયો શેર કર્યો છે.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો શિલ્પા શેટ્ટીની આગામી ફિલ્મ શબ્બીર ખાનની ‘નિકમ્મા’ છે. આમાં તે અભિમન્યુ દાસાની અને શર્લી સેઠિયા સાથે જોવા મળશે. થોડા સમય પહેલા તેની ફિલ્મ ‘હંગામા 2’ રીલિઝ થઈ હતી. અભિનેત્રીએ આ ફિલ્મ દ્વારા પુનરાગમન કર્યું, પરંતુ આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કંઈ ખાસ કમાલ કરી શકી નહીં.

આ પણ વાંચો :  સુરત GIDCમાં ગેસ લિકેજ થતા 6 મજૂરોનાં મોત,25ની હાલત ગંભીર,CM ભૂપેન્દ્ર પટેલે દુ:ખ વ્યક્ત કર્યું

આ પણ વાંચો :સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા રોડ પર અજાણ્યા વાહન ચાલેક રિક્ષાને ટક્કર મારતા 3 લોકોનાં ઘટનાસ્થળે મોત

આ પણ વાંચો : કેવડિયા રેલવે સ્ટેશન હવે જાણો ક્યાં નામથી ઓળખાશે…..