Not Set/ R એટલે રિજેક્ટેડ, A એટલે એબ્સેન્ટ માઇન્ડ…CM શિવરાજે આ રીતે બતાવ્યો રાહુલનો અર્થ

ગુવાહાટીમાં ભાજપ નેતા અને મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પર પ્રહાર કર્યો

Top Stories India

આસામ વિધાનસભા ચૂંટણી માટે 27 માર્ચે પ્રથમ તબક્કાનુ મતદાન યોજાશે. બીજી તરફ રાજકીય પાર્ટીઓ પોતાના વિરોધીઓ પર નિશાન તાકી રહી છે. દરમિયાન ગુવાહાટીમાં ભાજપ નેતા અને મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પર પ્રહાર કર્યો. સાથે જ તેમણે રાહુલ ગાંધીના નામનો નવો અર્થ પણ સમજાવ્યો છે.

રાહુલ ગાંધીએ એમના એક નિવેદનમાં આરએસએસની ટીકા કરી હતી, જેના જવાબમાં મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે આજે રાહુલ ગાંધીના નામનો ફુલફોર્મ જણાવીને તેમની પર પ્રહારો કર્યા હતા. તેમના સંબોધનમાં તેમણે કહ્યું હતું કે

R- Rejected

A- Absent Minded

H- Hopeless

U- Useless

L- Liar

સીએમ શિવરાજ માત્ર આટલેથી જ રોકાયા નહોતા, અને ચૂંટણી સભા પછી આરએસએસને લઇને રાહુલ ગાંધીએ જે ટ્વિટ કરેલું તેના પર પણ નિશાન સાધ્યું હતું, મહત્વનું છે કે રાહુલ ગાંધીએ આરએસએસ પર નિશાન સાધતાં લખ્યું હતું કે મારુ માનવું છે કે, RSS  અને સંબંધિત સંગઠનોને સંઘ પરિવાર કહેવું યોગ્ય નથી, પરિવારમાં મહિલાઓ હોય છે, વડીલોની માટે સન્માન હોય છે, કરુણા અને સ્નેહની ભાવના હોય છે,  જે RSSમાં નથી, માટે હું RSSને સંઘ પરિવાર નહીં કહું.

સીએમ શિવરાજે આપ્યો જવાબ

આ ટ્વિટના જવાબમાં સીએમ શિવરાજસિંહે પણ એક ટ્વિટ કર્યું હતું અને કહ્યું હતું કે જેના માટે પરિવારનો અર્થ માત્ર એક ઉપનામમાં સમેટાઈને રહી ગયો હોય, તે શું જાણે કે પરિવારનો મતલબ શું હોય છે?

નોંધનીય છે આસામ અને બંગાળમાં પહેલા ચરણની વિધાનસભા ચૂંટણી માટેના પ્રચારની આજે સમાપ્તિ થઈ ગઈ, માટે હવે આ ચરણમાં બંને રાજ્યોની મળીને 77 વિધાનસભા સીટો પર ચૂંટણી થવામાં છે. આસામની 47 સીટો પર 267 લોકો અને બંગાળની 30 વિધાનસભા સીટો પર 191 ઉમેદવારો મેદાનમાં છે.