ત્રણ રાજ્યોમાં થયેલા ફાયરિંગથી અમેરિકા ફરી એકવાર સ્તબ્ધ થઈ ગયું છે. આ ગોળીબારમાં બે લોકો માર્યા ગયા છે અને ઓછામાં ઓછા 30 અન્ય લોકો ઘાયલ થયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. શનિવાર બપોર સુધી કોઈ પણ હુમલામાં કોઈની ધરપકડ કરવામાં આવી નથી.
નિઘન: RSS ગુજરાત પ્રાંતના અગ્રણી અમૃતભાઈ કડીવાલાની વસમી વિદાય,PM મોદી તેમજ ગૃહમંત્રી અમીત શાહે આપી શ્રદ્ધાંજલિ
શુક્રવાર અને શનિવારની વચ્ચે ટેક્સાસની રાજધાની ઓસ્ટિન, શિકાગો, સવાના અને જ્યોર્જિયામાં ગોળીબાર થયો હતો, પરંતુ હુમલાખોરો હજી પોલીસની ઝપટથી દૂર છે. સુરક્ષા અધિકારીઓએ શનિવારે કહ્યું હતું કે બંદૂકથી કરવામાં આવેલી હિંસામાં વધારો જોવા મળી શકે છે કારણ કે કોરોનાવાયરસ પ્રતિબંધ હળવો થયો છે, વળી હવે વધુને વધુ લોકો બહાર ફરવા માટે સ્વતંત્ર છે. અધિકારીઓ ઓસ્ટિનનાં બાર અને રેસ્ટોરન્ટમાં હુમલાખોરોની શોધ કરતા જોવા મળ્યા હતા. પોલીસ 2 શકમંદોની શોધ કરી રહી છે. પોલીસનો દાવો છે કે બે જુદા જુદા જૂથો વચ્ચે થયેલા અથડામણ બાદ ઓછામાં ઓછા 14 લોકો ઘાયલ થયા છે, જેમાંથી બે ની હાલત ગંભીર છે.
મોટો નિર્ણય / ઉત્તરપ્રદેશ સરકારનો મહત્વનો નિર્ણય તમાકુની પ્રોડકટ વેચનાર વેપારીઓએ લાઇસન્સ લેવુ ફરજિયાત
હુમલો કરનારાઓની ઓળખ હજી થઈ નથી. શુક્રવારે સાંજે દક્ષિણ જ્યોર્જિયા શહેર સવાનામાં સામુહિક ગોળીબારમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું અને 7 લોકો ઘાયલ થયા હતા. ફાયરિંગમાં ઘાયલ થયેલા લોકોમાં બે બાળકો પણ છે. જેમા એક 18 મહિનાનો અને બીજો 13 વર્ષનો છે. પોલીસ કેસની તપાસ કરી રહી છે. હુમલાખોરોને પકડવા પ્રયાસો ચાલુ છે. અમેરિકામાં ફાયરિંગમાં અચાનક થયેલા વધારાથી સ્થાનિક વહીવટીતંત્ર આશ્ચર્યચકિત થઇ ગયુ છે.

