રાજકોટ/ સૌ.યુનિ. પેપર કૌભાંડમાં લો કોલેજના પ્રિન્સીપાલ સહિત છ શખ્સોની ધરપકડ કરાઇ

સૌરાષ્ટ્ર યુનિવર્સીટી દ્વારા લેવામાં આવતી પરીક્ષા ની વ્યવસ્થા નો ખુબ જ ઝીણવટ પુર્વક અભ્યાસ કરવામાં આવેલ અને આ પેપર ની ટ્રાન્સફરના તમામ તબબકાઓનો અભ્યાસ અને ખરાઇ કર્યા

Gujarat Rajkot

રાજયમાં  ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા તાજેતરમાં લેવાયેલી કલાર્કની પરીક્ષાના પેપર ફૂટયાના વિવાદ સમ્યો નથી ત્યારે સૌરાષ્ટ્ર યુનિ. દ્વારા લેવાતી સ્નાતક કક્ષાની પરીક્ષાના 1 કલાક પૂર્વે ઈકોનોમીનું પેપર વાયરલ થયાની ઘટના સામે આવી છે ત્યારે   મહત્વનુ છે કે રાજકોટ શહેર પોલીસ તંત્ર હરકતમાં આવી યુનિ. પોલીસે ગણતરીનાં કલાકોમાં ગુનાના ભેદ સુધી પહોચી બાબરાની લો કોલેજના પ્રિન્સીપાલ કલાર્ક, પટ્ટાવાળા અને ત્રણ વિદ્યાર્થી સહિત છ શખ્સોની ધરપકડ કરવામાં  આવી છે .

મળતી માહિતી મુજબ સૌરાષ્ટ્ર યુનિ. દ્વારા સ્નાતક કક્ષાના બી.કોમ સેમેસ્ટર 3ના ઈકોનોમીની પરીક્ષા ગઈકાલે 10 કલાકે લેવામાં આવી હતી. પરીક્ષાના 1 કલાક પૂર્વે એટલે કે નવ કલાકે વોટસએપમા પેપર વાયરલથયાની ઘટના પ્રકાશમાં આવતા યુનિ. ના સતાધીશો દ્વારા યુનિ. પોલીસ મથકમાં ઈન્ચાર્જ રજીસ્ટ્રાર ડો. અમીત પારેખ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

સૌરાષ્ટ્ર યુનિવર્સીટી દ્વારા લેવામાં આવતી પરીક્ષા ની વ્યવસ્થા નો ખુબ જ ઝીણવટ પુર્વક અભ્યાસ કરવામાં આવેલ અને આ પેપર ની ટ્રાન્સફરના તમામ તબબકાઓનો અભ્યાસ અને ખરાઇ કર્યા બાદ એવુ  જાણવા મળ્યું છે  કે કોલેજના સેન્ટર દ્વારા જ આ પ્રકારનુ કૃત્ય આચર્યા હોવાની શંકા ઉપજેલ હતી જેથી ઉપરોકત ડિટેઇન કરેલા ઇસમોને ખુબજ જીણવટભરી રીતે પુછપરછ કરતા આ સમગ્ર કૌભાંડનો માસ્ટર માઇન્ડ સરદાર પટેલ લો-કોલેજ બાબરા ના પ્રિન્સીપાલ તરીકે ફરજ જાવતો દિલાવર રહિમભાઇ ખુરેશી હોવાનુ જણાયેલ અને કોલેજ ને ફાળવવામાં આવતા પેપરોને કલેકટ કરવાની અને પરત મોકલવાની તેમની ફરજ હતી.

જે પોતાની કાયદેસરની તેમજ નૈતીક ફરજ નેવે મુકી અને આ પ્રકારનુ કૌભાંડ આચરવા માટે પોતાની કોલેજમાં આવેલ ચેમ્બરમાં પોતે એકલા આ પેપર બંચ માંથી કાઢી અને બહાર સપ્લાય કરતો હતો અને પોતે બી.એ. એલ.એલ.બી. અને એલ.એલ.એમ. સુધીનો અભ્યાસ કરેલ હોય જેથી પોતે કાયદાના જાણકાર હોય અને પોતાને સોપવામાં આવેલ સતાનો દુરઉપયોગ કરી આ કૌભાંડ આચરતા હતા.