Attack/ ઈરાકની રાજધાની બગદાદમાં આત્મઘાતી હુમલો, 32ના મોત, 110થી વધુ  ઘાયલ

બગદાદના એક માર્કેટમાં થયેલા વિસ્ફોટના કારણે ઓછામાં ઓછા 32 લોકોના મોત નિપજ્યાં છે અને 110થી વધારે લોકો ઘાયલ થયા છે. હાલમાં આ વર્ષમાં આ પ્રકારે થયેલો આ પ્રથમ હુમલો છે.છેલ્લા ત્રણ વર્ષમાં

Top Stories World
1

બગદાદના એક માર્કેટમાં થયેલા વિસ્ફોટના કારણે ઓછામાં ઓછા 32 લોકોના મોત નિપજ્યાં છે અને 110થી વધારે લોકો ઘાયલ થયા છે. હાલમાં આ વર્ષમાં આ પ્રકારે થયેલો આ પ્રથમ હુમલો છે.છેલ્લા ત્રણ વર્ષમાં બગદાદમાં આ સૌથી ખતરનાક હુમલો છે. શહેરનાં ટાયેરાન સ્ક્વેટર પર જુના કપડાના માર્કેટમાં આ વિસ્ફોટ થયો છે. 2017માં ઇસ્લામિક સ્ટેટને હરાવીને ભગાવ્યા બાદથી ઇરાકની રાજધાનીમાં સતત આત્મઘાતી હુમલાની ઘટનાઓ ખૂબ ઓછી થઇ ગઇ છે.અંતિમ દુર્ઘટના 2018ના જાન્યુઆરી મહીનામાં થઇ હતી.ત્યારે ફરી એક વખત હુમલો થતાં પ્રજામાં ભયનો માહોલ વ્યાપી જવા પામ્યો છે.આ હુમલાની હજી સુધી કોઇ પણ આતંકી સંગઠને જવાબદારી લીધી નથી.

At least 32 killed as twin suicide bombings rock Iraqi capital of Baghdad |  South China Morning Post

Pune / સીરમ ઇન્સ્ટિટ્યૂમાં લાગેલી આગથી 5 કર્મીઓનાં મોત, મૃતકનાં પરિવારને સંસ્થા કરશે આ મદદ

આત્મઘાતી હુમલાખોર ખુદને બીમાર બતાવીને આ માર્કેટમાં ઘુસ્યો હતો. તેની આસપાસ જ્યારે લોકોની ભીડ એકઠી થઇ ત્યારે તેણે પોતાની જાતને જ ઉડાવી દીધી. વિસ્ફોટ બાદ સર્વત્ર લોહીના ડાઘ અને માર્ગ પર ફાટેલા તૂટેલી હાલતમાં કપડા વિખરાયેલા જોવા મળ્યા હતાં. 2017ના થોડા સમય પહેલા સુધી ઈસ્લામિક રાજ્યોની આવકથી પણ બગદાદમાં સતત ધમાકા થતા રહેતા હતા. ઈસ્લામિક સ્ટેટની હાર પછી બગદાદમાં શાંતિ હતી. જેના કારણે બગદાદમાં મોટાભાગના ચેકપોસ્ટ હટાવી દેવામાં આવ્યા હતા. વિદેશી સૈનિકોને પણ રસ્તાઓ પરથી હટાવી લેવામાં આવ્યા હતા. એવામાં આ ભિડવાળા બજારને નિશાન બનાવવું આતંકીઓ માટે આસાન થઈ ગયું હતું.

Iraq: 32 dead, 110 hurt in Baghdad twin suicide attack

Pune / જાયન્ટ સાઈઝની ડીશને 1 કલાકથી પણ ઓછા સમયમાં આરોગી આ શખ્સે જીત્યુ રોયલ એનફિલ્ડ

જો કે આ બોમ્બ ધમાકાને ચૂંટણી સાથે પણ જોડવામાં આવી રહ્યો છે. ઈરાકમાં જૂન 2021માં ચૂંટણી થવાની છે. પોલીસે જણાવ્યું હતું કે આ ઘટનામાં હજુ પણ મૃત્યઆંકમાં વધારો થઈ શકે છે. કારણ કે કેટલાક ઈજાગ્રસ્તનો હાલત ગંભીર બતાવવામાં આવી રહી છે. પોલીસે જણાવ્યું હતું કે સેંટ્રલ બગદાદના એક વિસ્તારમાં બે બ્લાસ્ટ થયા છે. જ્યારે ઈરાકી રાજ્ય ટેલિવિઝને જણાવ્યું છે કે એક આત્મઘાતી હુમલો હતો.

Suicide Bombings in Crowded Baghdad Market Kill at Least 32 - The New York  Times

Condolences / સીરમ ઇન્સ્ટિટ્યૂટમાં આગ લાગવાથી 5 નાં મોત, અદાર પુનાવાલા એ સંવેદના વ્યક્ત કરી

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…