Not Set/ દહેજના અટાલીમાંથી સ્વીટીના 5 દાંત,મંગળસૂત્ર અને વીંટી મળ્યા

સ્વીટીની હત્યા બાદ મળી આવેલા અસ્થીમાંથી DNA નહીં મળતા ક્રાઈમ બ્રાન્ચના PI દર્શનસિંહ બારડ પોતાની 10 માણસોની ટીમ અને 5 મજુરો સાથે સ્વીટીને જયાં સળગાવી દેવામાં આવી તે સ્થળ ભરૂચ નજીકના અટાલી પહોચી તપાસ હાથ ધરી હતી.

Top Stories Gujarat

 વડોદરા PI અજય દેસાઈએ પત્ની સ્વીટી પટેલની કરેલી હત્યા બાદ કોર્ટમાં અજય દેસાઈ સામે સજ્જડ કાર્યવાહી થાય તે માટે અનેક પુરાવાઓ એકત્ર કરવાની શરૂઆત કરાઈ હતી. સ્વીટીની હત્યા બાદ મળી આવેલા અસ્થીમાંથી DNA નહીં મળતા ક્રાઈમ બ્રાન્ચના PI દર્શનસિંહ બારડ પોતાની 10 માણસોની ટીમ અને 5 મજુરો સાથે સ્વીટીને જયાં સળગાવી દેવામાં આવી તે સ્થળ ભરૂચ નજીકના અટાલી પહોચી તપાસ હાથ ધરી હતી.દહેજના અટાલી ખાતે ઘટના સ્થળે આખા દિવસની મહેનત બાદ સ્વીટીના દાંત , તેનું મંગળસુત્ર અને સોનાની વીંટી શોધી કાઢવામાં આવી છે. સ્વીટીના મળી આવેલા દાંત ફોરેનસીક લેબોરટી ખાતે DNA ટેસ્ટ માટે મોકલી આપવામાં આવશે.

RatanTata4President / રાષ્ટ્રપતિ કોવિંદનો કાર્યકાળ પૂર્ણ, રતન ટાટાને રાષ્ટ્રપતિ બનાવવાની માગણી

વડોદરા પોલીસ પાસેથી તપાસ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને સોપાયા પછી ACP ડી. પી. ચુડાસમા એ આ કેસની એક એક કડી જોડવાનો પ્રયત્ન કર્યો હતો. અજય દેસાઈએ ગુનાની કબુલાત કરી લીધી હોવા છતાં ટ્રાયલ દરમિયાન સાંયોગીક પુરાવાઓ અને સાક્ષીઓના નિવેનદ પણ એટલા જરૂરી છે. જેને ધ્યાનમાં લઈ સંખ્યાબંધ વ્યકિતઓના સાક્ષી નિવેદન લેવામાં આવ્યા હતા. પરંતુ અજય દેસાઈ પોલીસ અધિકારી હોવાને કારણે ટ્રાયલ દરમિયાન જો સાક્ષીઓ પોતાના નિવેદન ફેરવી તોળે તો.

અબજોપતિઓને પણ નડ્યો કોરોના / દેશમાં 100 કરોડ રૂપિયાથી વધુ કમાતા લોકોની સંખ્યા ઘટી – નાણામંત્રીએ માહિતી આપી

તેવો પણ ભય હોવાને કારણે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ત્રણ મહત્વના સાક્ષીઓના મેજીસ્ટ્રેટની સામે 164 પ્રમાણેના નિવેદનો નોંધાવ્યા હતા. પોલીસ દ્વારા નોંધવામાં આવેલા નિવેદનમાં અજય દેસાઈએ સ્વીટીને સળગાવી મુકતા પહેલા હિન્દુ વિધી પ્રમાણે ઘીનો ઉપયોગ કર્યો હોવાનું બહાર આવતા પોલીસ ઘી અને દુધ આપી જનારી વ્યકિતને પણ શોધી કાઢી તેમના સાક્ષી નિવેદન નોંધ્યા છે જેમાં એક સાક્ષીએ આગનો ધુમાડો પણ જોયો હોવાનું સમર્થન આપ્યું છે.

ઈન્સપેકટર દર્શનસિંહ બારડ ક્રાઈમ બ્રાન્ચના 10 માણસનો સ્ટાફ અને 5 મજુરો લઈ અટાલી પહોંચ્યા હતા. જયાં પંચોની રૂબરૂમાં સ્વીટીને સળગાવી મુકી તેની માટી ખોદી અનાજ ચાળવાના ચારણા વડે આંખો દિવસ માટી ચાળતા તેમાંથી સ્વીટીના 5 દાંત મળી આવ્યા હતા. આ દાંત DNA ટેસ્ટ માટે ખુબ મહત્વનો સાબીત થશે. આ ઉપરાંત અટાલીથી સ્વીટીનું મંગળ સુત્ર અને એક વિટી પણ મળી આવી છે.અગાઉની તસવીરમાં સ્વીટીએ આ મંગળસુત્ર અને વિટી પહેરી હોવાનું પણ સ્પષ્ટ થાય છે આ ઉપરાંત સ્વીટીના પરિવારજનોએ પણ મંગળસુત્ર સ્વીટીનું હોવાનું સમર્થન આપ્યું છે પોલીસ આ સંદર્ભમાં આ મંગળસુત્ર કયારે અને કોણે ખરીદ્યુ હતું તે જાણવા વિવિધ જવેલર્સનો સંપર્ક કરી રહી છે.

હુમલો / અફઘાન આર્મીનો તાલિબાન પર હવાઈ હુમલો , 18 આતંકવાદીઓ ઠાર