દક્ષિણ ચીન સમુદ્રમાં તાઇવાનને ડરાવવામાં લાગેલા ચીને તાઇવાનની એર ડિફેન્સ આઇડેન્ટિફિકેશન ઝોનમાં શુક્રવારે દક્ષિણી ભાગમાં સૌથી મોટી ઘુસણખોરી કરી. ચીનના ચાર પરમાણુ બોમ્બર H-6K સહિત 20 ફાઇટર જેટ ઘૂસ્યા પછી તાઇવાનની સેના સફાળી જાગી અને તેણે તત્કાળ ચીની વિમાનોને મારવા માટે કિલર મિસાઇલો લગાવી દીધી. એટલું જ નહીં તાઇવાનના ફાઇટર જેટે ચીની વિમાનોને ચેતવણી પણ આપી. આ ઘટના પછી તાઇવાન સ્ટ્રેટમાં ટેન્શન ઘણું વધી ગયું છે.
ચીનના સંરક્ષણ મંત્રાલય અનુસાર આ ચીન તરફથી કરવામાં આવેલી સૌથી મોટી ઘુસણખોરી હતી. આ 20 ફાઇટર વિમાનોમાં ચાર પરમાણુ બોમ્બર, H-6K, જે-16 અને જે-10 ફાઇટર વિમાન તથા અવાક્સ જાસૂસી વિમાન સામેલ હતા. ચીનની સેના છેલ્લા કેટલાક મહિનાઓથી સતત તાઇવાનના વિસ્તારોમા ઘુસણખોરી કરી રહી છે. તેમનો દાવો છે કે તાઇવાન ચીનનો હિસ્સો છે. તાઇવાનના રક્ષા મંત્રાલયે કહ્યું કે ચીનના થોડાક વિમાનો બાશી ચેનલથી પસાર થયા જે ફિલીપાઇન્સથી તેને અલગ કરે છે. ચીનને સૌથી વધુ ખતરો સાઉથ ચાઇના સીમાં તાઇવાન અમેરિકા અને જાપાનની ઉપસ્થિતિથી છે. આ કારણે તે આ વિસ્તારમાં તેની રણનીતિક તાકાતને વધારી રહ્યું છે. બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર ચીને કમ્બોડિયામાં પોતાનો નેવલ બેઝ 99 વર્ષના ભાડે ચીનની કંપની તિયાનજિનને સોંપી દીધો છે. આ સમજૂતી હેઠળ ચીનની સેના આ જગ્યાને આવતા 40 વર્ષ સુધી ઉપયોગમાં લાવશે.
હજુ તો બે દિવસ પહેલા જ અમેરિકી સેનાએ ઇન્ડો પેસેફિક કમાનના ચીફે અમેરિકી સાંસદને જણાવ્યું હતું કે ચીન આવતા 6 વર્ષમાં તાઇવાન પર ક્યારેય હુમલો કરી શકે છે. તાઇવાનની સુરક્ષા પ્લાનિંગ સાથે જોડાયેલા એક વ્યક્તિએ જણાવ્યું કે ચીની સેના અમેરિકી વોરશીપ પર હુમલાનો અભ્યાસ કરી રહી છે જે બાશી ચેનલ પરથી પસાર થાય છે. આનાથી ક્ષેત્રીય સ્થિરતા ખતરામાં મુકાઇ ગઇ છે.
