IND vs ENG/ ઈંગ્લેન્ડ સામે પ્રથમ ટેસ્ટ મેચ ડ્રો જતા Team India નેે point Table માં નુકસાન

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની બીજી સીઝનમાં ભારતે કુલ 19 ટેસ્ટ મેચ રમવાની છે. જેમાં તે ઈંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા જેવી ટીમો સાથે સ્પર્ધા કરશે. આવી સ્થિતિમાં દરેક મેચમાં મેળવેલ પોઈન્ટ રેન્કિંગમાં મહત્વની ભૂમિકા ભજવશે.

Top Stories Sports
ઈંગ્લેન્ડ

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે નોટિંગહામમાં રમાયેલી સીરીઝની પ્રથમ ટેસ્ટમાં વરસાદને કારણે ભારતને ઘણું મોટુ નુકસાન થયું છે. જ્યાં એક તરફ ભારત સીરીઝમાં લીડ લેવાનું ચૂકી ગયું. બીજી બાજુ, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનાં પોઇન્ટ યાદીમાં પણ ઈંગ્લેન્ડ વિરુદ્ધ ધાર બનાવી શક્યું નથી. જણાવી દઇએ કે, આ ટેસ્ટ સીરીઝ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની પ્રથમ સીરીઝ છે. જો ભારત આ મેચ જીતવામાં સફળ રહ્યું હોત તો તેના ખાતામાં 12 પોઈન્ટ ઉમેરાઈ ગયા હોત. જેમ મેચ ડ્રોમાં સમાપ્ત થઈ. આવી સ્થિતિમાં ભારત અને ઈંગ્લેન્ડ બંને પોઈન્ટ ટેલીમાં 4-4 પોઈન્ટમાં વહેંચાઈ ગયા હતા.

IND vs ENG

આ પણ વાંચો – ફૂટબોલ સ્ટાર / બાર્સેલોનાથી અલગ થયા બાદ હવે આ ક્લબ માટે રમી શકે છે Messi

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની બીજી સીઝનમાં ભારતે કુલ 19 ટેસ્ટ મેચ રમવાની છે. જેમાં તે ઈંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા જેવી ટીમો સાથે સ્પર્ધા કરશે. આવી સ્થિતિમાં દરેક મેચમાં મેળવેલ પોઈન્ટ રેન્કિંગમાં મહત્વની ભૂમિકા ભજવશે. ઈંગ્લેન્ડે પોતાની પ્રથમ ઈનિંગમાં 183 રન બનાવ્યા હતા, જેના જવાબમાં ભારતે 278 રન બનાવ્યા હતા અને 95 રનની લીડ મેળવી હતી.

ઈંગ્લેન્ડે કેપ્ટન રૂટની 109 રનની ધમાકેદાર બેટિંગની મદદથી પોતાની બીજી ઇનિંગમાં 303 રન બનાવ્યા હતા. 209 રનનાં લક્ષ્યાંકનો પીછો કરતા ભારતે ચોથા દિવસની રમતનાં અંતે એક વિકેટે 51 રન બનાવ્યા હતા. આમ, પાંચ મેચની સીરીઝમાં 1-0ની લીડ મેળવવા માટે તેમને ચોથા દિવસનાં અંતે માત્ર 157 રનની જરૂર હતી. પરંતુ વરસાદે ભારતની જીતની આશા પર પાણી ફેરવી દીધું. મેચનાં પાંચમા દિવસે એક પણ બોલ નાખી શકાયો નહીં અને મેચ ડ્રો જાહેર થઈ હતી.

IND vs ENG

આ પણ વાંચો – Tokyo Olympics / આજે યોજાશે ટોક્યો ઓલિમ્પિકના સમાપન સમારોહમાં આ ખેલાડી બનશે દેશનો ધ્વજવાહક

આઈસીસીએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ની બીજી સીઝન માટે પોઈન્ટ સિસ્ટમમાં નોંધપાત્ર ફેરફાર કર્યા છે. આ મુજબ, મેચ જીતવા માટે ટીમને 12 પોઈન્ટ આપવામાં આવશે. જો મેચ ટાઈ થશે તો બંને ટીમોને 6-6 પોઈન્ટ મળશે. પરંતુ જો મેચ ડ્રો થશે તો બંનેને 4-4 પોઇન્ટ આપવામાં આવશે. મેચ રમીને ટીમો જે પોઈન્ટ મેળવશે, ટીમોની રેન્કિંગ તેમના ટકાવારી ગુણનાં આધારે નક્કી કરવામાં આવશે. નોંધનીય છે કે, આ રેન્કિંગનાં આધારે ન્યૂઝીલેન્ડ અને ભારતે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની પ્રથમ સીઝનની ફાઇનલમાં ભાગ લીધો હતો. જ્યાં ભારતને રિઝર્વ ડે નાં દિવસે રોમાંચક મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો.