Gujarat/ વડોદરામાં બાઈક ચોર ટોળકીનો આતંક

સંતકબીર રોડના એક કોમ્પલેક્ષમાંથી બાઈક ચોરીની વધુ એક ઘટના પ્રકાશમાં આવી

Gujarat Vadodara

વડોદરામાં છેલ્લા ઘણા સમયથી બાઈક ચોરીના અસંખ્યા બનાવો પોલીસ મથકે નોધાવવા પામ્યા છે. વડોદરામાં વધુ એક બાઈક ચોરીનો બનાવ બનવા પામ્યો છે.  જેમાં વડોદરામાં સંત કબીર રોડના એક કોમ્પલેક્ષમાં બાઈક ચોરીનો બનાવ બનાવના પામ્યો હતો.જેમાં શખ્સ કોમ્પલેક્ષમાં પાર્ક કરેલ બાઈક ચોરી કરી નાસી છુટ્યો હતો જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ જવા પામી હતી. પોલીસે ગુનો નોધી સીસીટીવી ફૂટેજના આધારે બાઈક ચાલકને શોધવાના ચક્રોગતિમાન કર્યા  છે.

પોલીસે બાઈક ચોરને પકડવા સીસીટીવીના આધારે આગળની તપાસ હાથ ધરી

વડોદરા શહેરમાંથી છેલ્લા ઘણા સમયથી બાઈક ચોર ટોળકીનો આતંક વધવા પામ્યો છે. ત્યારે વડોદરા શહેરમાં આવેલ વાડી વિસ્તારમાં ફરી બાઈક ચોરોએ આતંક મચાવ્યો છે. જેમાં સંતકબીર રોડ પર આવેલ એક કોમ્પલેક્ષમાં પડેલ બાઈક કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરી પલાયન થઈ જવા પામ્યો હતો. ત્યારે બાઈક ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ જવા પામી હતી. જેમાં અજાણ્યો શખ્સ બાઈક લઈને પલાયન થઈ જતો સ્પષ્ટ નજરે પડે છે. આ અંગે બાઈક માલિક દ્વાર પોલીસ મથકે બાઇક ચોરી અંગેની ફરિયાદ નોધાવતા પોલીસે ગુનો નોધી સીસીટીવી ફૂટેજના આધારે બાઈક ચોર શખ્સને પકડવાના ચક્રોગતિમાન કર્યા છે.

નોધનીય છે કે, વડોદરામાં બાઈક ચોરીના વધતા બનાવોથી પોલીસ પણ હરકતમાં આવી જવા પામી છે.