જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં સુરક્ષાદળો અને પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસ અને સુરક્ષા દળોના જવાનોએ રાજૌરીમાં IED રિકવર કર્યો છે. જે બાદ રાજ્યને હચમચાવી નાખવાના આતંકવાદી ષડયંત્રને નિષ્ફળ બનાવી દેવામાં આવ્યું છે. રાજૌરી એસએસપીએ જણાવ્યું કે જમ્મુ અને કાશ્મીર પોલીસ અને સુરક્ષા દળોએ રાજૌરી ગુરદાન રોડ પર એક ઈમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઈસ (IED) રિકવર કરીને આતંકવાદી ષડયંત્રને નિષ્ફળ બનાવ્યું હતું, જેને બાદમાં તેને સુરક્ષિત જગ્યાએ લઈ જઈને નષ્ટ કરી દેવામાં આવ્યું હતું. જમ્મુ અને કાશ્મીર પોલીસને વિશ્વસનીય માહિતી મળી હતી કે રાજૌરી ગુરદાન રોડ પરના એક ગામમાં કેટલીક શંકાસ્પદ ગતિવિધિઓ થઈ રહી છે. જે બાદ આજે સવારે પોલીસની એસઓજી અને સેનાની ટીમોએ આ વિસ્તારમાં સંયુક્ત કોર્ડન અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.
આ પણ વાંચો: ભગવંત માન સરકારની મોટી ભેટ, 1 જુલાઈથી તમામ ઘરોમાં 300 યુનિટ વીજળી મફતમાં મળશે

રાજૌરીમાંથી IED મળી આવ્યો
પોલીસ અને સુરક્ષા દળોના જવાનોને રાજૌરીમાં રોડની બાજુમાં એક શંકાસ્પદ વસ્તુ પડી હતી જે IED હોવાનું બહાર આવ્યું હતું. બાદમાં પોલીસની બોમ્બ સ્ક્વોડ દ્વારા નિયંત્રિત વિસ્ફોટ દ્વારા તેને કબજે કરવામાં આવ્યો હતો અને તેનો નાશ કરવામાં આવ્યો હતો. એસએસપી રાજૌરીએ કહ્યું કે આ કેસમાં હજુ તપાસ ચાલી રહી છે. પોલીસે કહ્યું કે જમ્મુ અને કાશ્મીર પોલીસને માહિતી મળી હતી કે રાજૌરી ગુરદાન રોડ પર ગુરદાન ચાવા ગામમાં કેટલીક શંકાસ્પદ પ્રવૃત્તિ થઈ છે.
પોલીસ અને સુરક્ષા દળોએ આતંકવાદી ષડયંત્રને નિષ્ફળ બનાવ્યું
એક સૂચના બાદ, જમ્મુ અને કાશ્મીર પોલીસ, પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને આર્મીની ટીમોએ શનિવારે વહેલી સવારે આ વિસ્તારમાં સંયુક્ત કોર્ડન અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ દરમિયાન IED મળી આવ્યો હતો. એવી આશંકા છે કે આતંકવાદીઓ કોઈ મોટી ઘટનાને અંજામ આપવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ પોલીસ અને સુરક્ષા દળોની સક્રિયતાથી તેમની યોજનાને નિષ્ફળ બનાવી દેવામાં આવી હતી. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
