ડુંગરાળ વિસ્તારોમાં અવિરત વરસાદ અને અનેક સ્થળોએ વાદળ ફાટવાના કારણે જનજીવન સ્થિર થઈ ગયું છે. હિમાચલ પ્રદેશના કાંગડા વિસ્તારમાં વરસાદ-વાદળ ફાટવાની ઘટનાથી વિનાશ સર્જાયો છે. ગઈકાલે અહીં કરેરી તળાવ વિસ્તારમાંથી અનેક લાશ મળી આવી હતી. આમાં પંજાબના સુફી ગાયક મનમીત સિંહની લાશનો સમાવેશ થાય છે.
મળતી માહિતી મુજબ, બચાવ ટીમે મંગળવારે કુલ 6 મૃતદેહો બહાર કાઢ્યા છે. જેમાં એક મહિલા અને એક બાળકની ડેડબોડી પણ શામેલ છે. કરેરી ગામ નજીક બચાવ ટીમે પંજાબી સુફી ગાયક મનમીતસિંહનો મૃતદેહ પણ બહાર કાઢ્યો છે, જ્યારે આ સમયગાળા દરમિયાન ગુમ થયેલા અન્ય લોકો પણ મૃત હોવાનું મનાય છે.
કાંગડા જિલ્લા પોલીસ અધિકારી વિમુક્ત રંજનએ ખુદ પંજાબી ગાયક મનમીત સિંહના મોતની પુષ્ટિ કરી છે. મનમીત સિંહ પોતાના ભાઈ અને ચાર મિત્રો સાથે ધર્મશાળામાં ગયા હતા. તેઓ પંજાબના અમૃતસરના રહેવાસી હતા. તેમનું ગાયક ગ્રુપ સેન બ્રધર્સના નામથી ખૂબ પ્રખ્યાત છે. મનમીત સિંહ પંજાબના જાણીતા સુફી ગાયક હતા. તેઓ ભારતની સાથે સાથે વિદેશમાં પણ ઘણા પ્રખ્યાત હતા. તેમના મૃત્યુના સમાચારથી તેમના ચાહકો ચોંકીને મોટો ઝટકો લાગ્યો છે.
આ પણ વાંચો : જમ્મુ કાશ્મીરનાં પુલવામા સેક્ટરમાં એન્કાઉન્ટર, અજાણ્યા આતંકીઓ ઠાર
ગાયક મનમીત સિંહ તેમના ભાઈ કર્ણપાલ અને ચાર મિત્રો સાથે ગયા શનિવારે ધરમશાળા ગયા હતા. બુધવારે કાંગડામાં વાદળ ફાટ્યું હતું. આ ઘટના બાદ તેઓ ગુમ થઈ ગયા હતા. તેમનો મૃતદેહ મંગળવારે કરેરી તળાવ વિસ્તારમાંથી મળી આવ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે રવિવારે તેઓ કરેરી તળાવ પાસે રોકાયા હતા. સોમવારે ત્યાંથી પરત ફરી રહ્યા હતા ત્યારે ગાયક મનમીત સિંહ પાણીના પ્રવાહના કારણે તણાઈ ગયા હતા.
આ પણ વાંચો :પેટ્રોલ-ડીઝલનાં વધતા ભાવ પર રામદેવે PM મોદીને યાદ અપાવ્યું તેમનું જુનુ નિવેદન
જ્યારે તેમના ભાઈ અને મિત્રોને મનમીત સિંહનો મોબાઇલ નંબર ન લાગતા તેમણે સ્થાનિક લોકોની સાથે તેમની શોધખોળ શરૂ કરી હતી. હવે તેમનો મૃતદેહ કરેરી તળાવ વિસ્તારમાં મળી આવ્યો છે. માહિતી આપતી વખતે એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ એમ પણ કહ્યું કે અમૃતસરમાં રહેતા પ્રખ્યાત સુફી ગાયક મનમીત સિંહ કરેરી તળાવ નજીક ગુમ થયા હતા. રાહત અને બચાવ ટીમ સતત તેની શોધમાં હતી. મંગળવારે મોડી સાંજે તળાવ નજીકથી તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. તે પછી તેમના મૃતદેહને ધર્મશાળામાં લઈ જવામાં આવ્યો હતો.
આ પણ વાંચો :સાવધાન થર્ડ વેવ આવી રહી છે ભારતમાં , લોકોને કાળજી રાખવાની ખુબજ જરૂર
