ગમખ્વાર અકસ્માત/ કાર ચાલકે બાઈક સવાર યુવકોને લીધા અડફેટે, 3 નાં કમકમાટીભર્યા મોત

રાજ્યમાં એક પછી એક અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે વધુ એજ ઘટના ગોધરા હાઈવેથી સામે આવી છે. અહીં ફરવા નીકળેલા 3 યુવકોના માર્ગ અકસ્માતમાં મોત નીપજ્યા છે.

Top Stories Gujarat Others
  • ગોધરામાં માર્ગ અકસ્માતમાં 3 યુવકોના મોત
  • ગોધરા હાઈવે પર કાર-બાઈક વચ્ચે અકસ્માત
  • કાર ચાલકે બાઈક સવાર યુવકોને લીધા અડફેટે
  • પોલીસની સમયસર મદદ ન મળવાના આક્ષેપો
  • કાર ચાલક નશામાં હોવાના મૃતકના પરિજનોનો આરોપ
  • રાત્રે લોકોના ટોળા કલેક્ટર કચેરીએ થયા જમા
  • ડીવાયએસપીએ સમજાવટ કરી મામલો થાળે પાડ્યો

રાજ્યમાં એક પછી એક અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે વધુ એજ ઘટના ગોધરા હાઈવેથી સામે આવી છે. અહીં ફરવા નીકળેલા 3 યુવકોના માર્ગ અકસ્માતમાં મોત નીપજ્યા છે. રાત્રિના સમયે ત્રણેય શખ્સો બાઈક લઈ આંટો મારવા નીકળ્યા હતા, જ્યારે આ હાઈવેએ તેમનો ભોગ લીધો હતો.

આ મામલે મળતી માહિતી અનુસાર, ગોધરાના એક જ ફળિયામાં રહેતા ત્રણ શખ્સો રાત્રિના સમયે બાઈક પર આંટો મારવા નીકળ્યા હતા. ત્રણેય એક જ બાઈક પર સવાર હતા. ત્યારે દાહોદ ગોધરા હાઈવે પર પુર ઝડપે આવી રહેલ કારે તેમની બાઈકને ટક્કર મારી હતી.

આ પણ વાંચો :હળવદમાં કોર્ટ ક્લાર્કના ઘરે તસ્કરોની મુલાકાત, લાખોનું સોનું ગાયબ

કાર અને બાઈક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં બાઈક પર સવાર ત્રણેય મિત્રોનું અકાળે મોત નિપજતા પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. કાર ચાલક દારૂના નશામાં હોવાનું પરિવાજનો આક્ષેપ લગાવી રહ્યા છે. મહત્વનું છે કે અકસ્માતની જગ્યાએથી કારના ટૂટેલા કાંચ પણ જોવા મળ્યા હતા. બાઈક પર સવાર ત્રણેય યુવકનો સમયસર સારવાર ન મળતા યુવકોનું મોત નિપજ્યું હોવાનું પરિવારજનો આક્ષેપ લગાવી રહ્યા છે.

આ પણ વાંચો :ધ્રાંગધ્રાની યુવા બ્રિગેડનું અનોખું સાયકલીંગ અભિયાન, 1 વર્ષમાં 60 હજાર કિ.મી.થી પણ વધારે કર્યુ સાયકલીંગ

યોગ્ય સમયે એમ્બ્યુલન્સ અને પોલીસ સહિતની મદદ સમયસર નહિ મળવા સહિતના આક્ષેપો લોકોએ કર્યા હતા. આ આક્ષેપોને લઈ મોડી રાત્રે મૃતકોના સ્વજનો સહિત મોટી સંખ્યામાં લોક ટોળા કલેક્ટર કચેરીએ જમા થયા હતા. આક્ષેપો સાથે કલેક્ટર કચેરીના કમ્પાઉન્ડમાં લાશનો સ્વીકાર નહિ કરી ધરણા પર બેઠા હતા. ત્યારે મોડી રાત્રે ડીવાયએસપીએ જઈ સમજવટ કરી મામલો પાડ્યો થાળે પાડ્યો હતો.

આ પણ વાંચો :કોરોનાનાં કારણે કચ્છનાં નાના રણમાં અભયારણ્યની આવક અને પ્રવાસીઓની સંખ્યામાં ધરખમ ઘટાડો