Not Set/ મુંબઈમાં ફયુલ તરીકે LNG, ઇથેનોલ, મિથેનોલનો થશે ઉપયોગ – નીતિન ગડકરી

ભારતનાં યુનિયન મીનીસ્ટર નીતિન ગડકરીએ એક ઇવેન્ટમાં જણાવ્યું હતું કે, મુંબઈમાં ઇંધણ તરીકે LNG, ઇથેનોલ, મિથેનોલનો ઉપયોગ કરવામાં આવશે. હાલની મોદી સરકારમાં નીતિન ગડકરી રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મીનીસ્ટર છે. એક ઇવેન્ટમાં નીતિન ગડકરીએ વોટર ટ્રાન્સપોર્ટને લઈને પણ વાત કરી હતી.  તેમને જણાવ્યું હતું કે, આપણે વોટર ટ્રાન્સપોર્ટની શરૂઆત વેસ્ટર્ન ફ્રન્ટ પર ફ્લોટિંગ ડોકનો ઉપયોગ […]

Top Stories India

ભારતનાં યુનિયન મીનીસ્ટર નીતિન ગડકરીએ એક ઇવેન્ટમાં જણાવ્યું હતું કે, મુંબઈમાં ઇંધણ તરીકે LNG, ઇથેનોલ, મિથેનોલનો ઉપયોગ કરવામાં આવશે. હાલની મોદી સરકારમાં નીતિન ગડકરી રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મીનીસ્ટર છે.

એક ઇવેન્ટમાં નીતિન ગડકરીએ વોટર ટ્રાન્સપોર્ટને લઈને પણ વાત કરી હતી.  તેમને જણાવ્યું હતું કે, આપણે વોટર ટ્રાન્સપોર્ટની શરૂઆત વેસ્ટર્ન ફ્રન્ટ પર ફ્લોટિંગ ડોકનો ઉપયોગ કરીને કરી શકીએ છીએ. આનાથી મુંબઈમાં જળ પરિવહનનાં ઉપયોગમાં ફાયદો થશે.’

આ ઉપરાંત એમણે ફ્યુઅલને લઈને પણ વાત કરી હતી. તેઓએ જણાવ્યું કે મુંબઈમાં ઇંધણ તરીકે પેટ્રોલ, ડીઝલ ઉપરાંત હવે LNG (લિક્વીફાઈડ નેચરલ ગેસ), ઇથેનોલ, મિથેનોલનો ઉપયોગ કરવાનું નક્કી કર્યું છે.

ક્રુઝ ટુરીઝમ છે અત્યારે ઝડપથી વિકસી રહ્યો છે એનાં વિષે વાત કરતાં એમણે જણાવ્યું કે, ક્રુઝ ટુરીઝમમાં ઘણું પોટેન્શિયલ છે.